બાબરા માર્કેટિંગ યાર્ડ ખાતે અમરેલી જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી ભરતભાઇ બોઘરા, સુરેશભાઈ ગોધાણીની ઉપસ્થિતિમાં બાબરા તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી હતી. નવનિયુક્ત પ્રમુખ અશોકભાઇ રાખોલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા, નીતિનભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય હીંમતભાઇ દેત્રોજા , રાજેશભાઇ કાબરીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ સાનેપરા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ બુટાણી, જગદીશભાઈ નાકરાણી, રાજુભાઇ વિરોજા, હીતેશભાઇ કલકાણી સહિત તાલુકા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપ અગ્રણીઓએ હાજર રહેલા કાર્યકર્તાઓને આગામી કાર્યક્રમ વિશે માર્ગદર્શન આપ્યુ હતું.