ઉત્તર ભારતના મેદાની વિસ્તારો માટે નવેમ્બર અને ડિસેમ્બર મહિનો આ વખતે અત્યંત મુશ્કેલ નીવડી શકે છે. એકબાજુએ લા નીના લીધે ઠંડીમાં જબરજસ્ત વધારો થશે તો બીજી બાજુએ પરાળીનો ધુમાડો વાતાવરણમાં ઝેર ઘોળવાનું કામ કરશે. આમ ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાની સાથે શ્વાસ લેવું અત્યંત મુશ્કેલ બનશે. ઓક્ટોબરમાં ભલે લંબાયેલા ચોમાસાએ પરિસ્થિતિને અંકુશમાં રાખી હોય પણ હવે સ્થિતિ બદલાતી દેખાઈ રહી છે. પર્યાવરણ વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ તાપમાનમાં ઘટાડો અને મૌસમ સાથે સંલગ્ન અન્ય કારણો જેવા કે હવાની ધીમી ગતિ તથા તેની દિશાના લીધે પ્રદૂષણનું સ્તર ઉત્તર ભારતમાં ઊંચું રહેશે.
આના લીધે ગંગાના મેદાની વિસ્તારોવાળા રાજ્યો જેવા કે દિલ્હી, પંજોબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને બંગાળમાં વાતાવરણ અત્યંત ખરાબ કેટેગરીમાં આવી રહ્યું છે. ફટાકડાઓ અને પરાળી સળગાવવાએ સ્થિતિને વધારે વણસાવી છે.
વાસ્તવમાં પ્રદૂષણ વૃદ્ધિ માટે ઠંડીવાળું વાતાવરણ અત્યંત સાનુકૂળ મનાય છે. તેના લીધે મોસમમાં ઠંડી હવા સમગ્ર ઉત્તર ભારતમાં રહે છે. તાપમાન ઘટતા ધુમ્મસનું નિર્માણ થાય છે. તાપમાન ત્યારે ઉલટુ થાય છે જ્યારે ગરમ હવાના સ્તરની નીચે ઠંડી હવા ફસાઈ જોય છે. ઠંડી હવા ગરમ હવાથી ઉપર ઉઠી શકતી ન હોવાથી વાતાવરણમાં પ્રદૂષણ યથાવત રહે છે. ઠંડીના વાતાવરણમાં ધુમ્મસ આમ પણ તાપમાનમાં ફેરફારનું જ પરિણામ છે. સામાન્ય રીતે વાયુમંડળમાં ઊંચા સ્તરે ઉપલબ્ધ હવા પૃથ્વીની સપાટીની હવાની તુલનાએ ઠંડી હોય છે. તેથી સપાટીની પાસેથી ગરમ હવા ઉપર ઉઠે છે જેના લીધે સપાટીથી પ્રદૂષક વાતાવરણમાં ફેલાઈ જોય છે.
સતત બીજો વર્ષે લા-નીનાની સાથે ઉત્તર ભારત ગાત્રો ગાળતી ઠંડી માટે તૈયાર છે. વિજ્ઞાનીઓએ આ વર્ષે મેદાની વિસ્તારોમાં અત્યંત તીવ્ર ઠંડીની આગાહી કરી છે. જોન્યુઆરી-ફેબુ્રઆરીમાં ઉત્તર ભારતમાં કેટલાક સ્તરે તાપમાન ત્રણ ડિગ્રી સુધી જઈ શકે છે. સ્કાયવેધર, મોસમ વિજ્ઞાન અને જળવાયુ પરિવર્તનના વડા જીપી શર્માએ જણાવ્યું હતું કે ડિસેમ્બરથી ફેબુ્રઆરી ૨૦૨૨ સુધી જબરજસ્ત ઠંડી પડવાની શંકા છે.
ઉત્તર ભારતના રાજ્યોમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.સવારે મોટાભાગના શહેરોમાં એક્યુઆઇનું સ્તર ગંભીર સ્તરે રેકોર્ડ કરાયું છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં સવારે જ એક્યુઆઇ લેવલ ગંભીરથી અત્યંત ખરાબ સ્તરે રેકોર્ડ કરાયું છે.