દિલ્હી એનસીઆરમાં પ્રદુષણની સિૃથતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિર્માણ કાર્ય અને ઇંડસ્ટ્રી બંધ કરવા તેમજ વર્ક ફ્રોમ હોમ લાગુ કરી દેવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.
આ પહેલા દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તે પ્રદૂષણને કાબુમાં લેવા માટે પૂર્ણ લોકડાઉન જેવા આકરા પગલા ઉઠાવવા માટે તૈયાર છે. જ્યારે સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દિલ્હી સરકારે વર્ક ફ્રોમ હોમ લાગુ કર્યું છે પણ દિલ્હી એનસીઆરમાં ઘણા કેન્દ્રીય કર્મચારીઓ છે એવામાં કેન્દ્ર સરકારે પણ વર્ક ફ્રોમ હોમ અંગે વિચારવું જાઇએ.
જ્યારે કેન્દ્ર વતી હાજર તુષાર મેહતાએ કહ્યું હતું કે દિલ્હી સરકાર પગલા લઇ રહી છે. બાંધકામ કાર્યને અટકાવવામાં આવ્યું છે. પરાળી સળગાવવા મુદ્દે હરિયાણા સરકારે પણ કેટલાક નિર્ણયો લીધા છે. જાકે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે દિલ્હીના પ્રદુષણનું મુખ્ય કારણ ખેડૂતો દ્વારા સળગાવાતી પરાળી નથી.
બાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જા પરાળી જ એક માત્ર કારણ ન હોય તો તેને લઇને આટલો હોબાળો કેમ થઇ રહ્યો છે? સરકારની રિપોર્ટ કહે છે કે પ્રદુષણ માટે ધુળ, ઉધ્યોગ અને વાહનો વગેરે મુખ્ય કારણો છે તો તેના પર કાબુ મેળવવા ક્યા ક્યા પ્રકારના પ્રયાસો થઇ રહ્યા છે?
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે રોડ સાફ કરવા માટે તમારી પાસે માત્ર ૬૯ મશીન છે શું આ
મશીનો પુરતી છે? સરકાર વતી હાજર રાહુલ મેહરાએ કહ્યું કે એમસીડી પાસેથી જવાબ માગવામાં આવે. જ્યારે સુપ્રીમે કહ્યું કે તમે એમસીડી પર બોજ નાખી રહ્યા છે.