■ આબોહવા અને જમીનઃ
• જે વિસ્તાર માટે ફળપાકોનું વાવેતર કરવાનું હોય ત્યાંની આબોહવા અને જમીનને અનુરૂપ પસંદગી કરવી જરૂરી છે. કેટલાક ફળપાકો ઠંડી સૂકી જયારે કેટલાક ગરમ ભેજવાળી આબોહવામાં થાય છે. અમુક દરિયાકિનારે રેતાળ વિસ્તારમાં જયારે અમુક પથરાળ જમીનમાં પણ ઉગાડી શકાય છે.
• જે જમીનમાં કલમો રોપવાની હોય તે જમીન સારી નીતરવાળી, ફળદ્રુપ તેમજ ઇસી. અને પી.એચ. જે તે ફળપાકોને અનુકૂળ છે કે કેમ એ ખેડૂતમિત્રોએ જાણવું જોઈએ અને પોતાની જમીનની તાસીર જાણવી જરૂરી છે.
• આ માટે જમીન અને પણીનું પૃથક્કરણ કરાવવું જોઈએ. જેના દ્વારા ક્યા તત્વોની ઉણપ અને ક્્યા તત્વો પહેલેથી જમીનમાં ઉપલબ્ધ છે તેનો વિસ્તારમાં અહેવાલ મળી શકે અને ચોક્કસ ઉપાય કરી ફળપાકોનું વાવેતર કરી કે ટાળી શકાય.
■ ઉપજ, ઉત્પાદકતા અને જાત
• ખેડૂતમિત્રોએ જેની ઉપજ અને ઉત્પાદકતા વધારે હોય એવા ફળપાકો પસંદ કરવા જોઈએ. કેટલાક ફળો ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે છે. જયારે કેટલાકમાં ઉત્પાદન શરુ થતા વધુ સમય લાગે છે.
• લોકલ માર્કેટ કે નિર્યાતના હેતુને ધ્યાને રાખી જાતની પસંદગી કરવી જરૂરી છે. નિર્યાત માટે વધુ સંગ્રહ શક્તિ અને પ્રખ્યાત હોય તેવી જાતોનું વાવેતર કરવું.
• મૂલ્યવર્ધન કરવા માટે વધુ માવો ધરાવતી, સારી સોડમ વાળી, વધુ સુગર અને ઓછા બીજ ધરાવતી જાતો ફળપાકો માટે પસંદ કરવી જોઈએ.
• જેમ કે કેરીમાં હાફૂસ, કેસર, પાયરી, તોતાપુરી વિગેરે
• કેળામાં રોબુસ્ટા, ગ્રાન્ડ નૈન, રાસ્થાલી, પૂવન વિગેરે
• જામફળ અલ્હાબાદ સફેદા, ન્-૪૯, બનારસી, ચીટીદાર, હરીજા વિગેરે
• દાડમમાં અલાંદી, ધોળકા, કાબુલ મસ્કત વિગેરે
• દ્રાક્ષ અનબ-એ-શાહી, ચીમા સાહેબી, કિશમીશ ચોર્ની, પરલેટ, અરકાવતી, થોમ્પસન સીડલેસ, ફેલ્મ સીડલેસ, શરદ સીડલેસ વિગેરે
■ પુરતું જ્ઞાન અને તાલીમઃ
• આ ઉપરાંત પસંદગી કરતા પહેલા ગુજરાતના ખેડૂતમિત્રોએ નજીકની
કૃષિ યુનિવર્સીટીમાં આવેલ બાગાયત વિભાગ કે સંશોધન ફાર્મની મુલાકાત લઈ તમામ પાસાઓ અને નવીનતમ પદ્ધત્તિઓ શીખી વાવેતર કરવું.
• નવી વાવેતરની પદ્ધત્તિઓ (ઘનિષ્ઠ વાવેતર, મીડો વાવેતર, પેર-રો સિસ્ટમ)
• નવી તાલીમ અને છાટણીની પદ્ધત્તિઓ (લીડર સિસ્ટમ, પીન્ચિંગ)
• સંકલિત ખાતર અને પિયત પદ્ધત્તિઓ
• સંકલિત રોગ-જીવાત નિયંત્રણ
પદ્ધત્તિઓ
• નવીનતમ હોર્મોન અને બહાર
પદ્ધત્તિઓ
• એડવાન્સ પાક વ્યવસ્થાપન અને કાપણીની તકનીક
• આધુનિક પેકિંગ અને સંગ્રહ પદ્ધત્તિઓ
• બજારમાં નિકાસ વખતે ધ્યાને લેવાની બાબતો
• આ માટે ગુજરાતમાં ચાર યુનિવર્સીટી આવેલ છે,
• જે.એ.યુ. જૂનાગઢ, એ.એ.યુ. આણંદ, એન.એ.યુ નવસારી અને એસ.ડી.એયુ. દાંતીવાડા (બનાસકાંઠા)
ફળપાકોના વાવેતર માટે રોપા અથવા કલમ મેળવવા કે ખરીદવા માટે નીચેની બાબતો ધ્યાને લેવી
• ફળપાકોના વાવેતર માટે રોપા અથવા કલમો NHB એક્રિડીએટેડ નર્સરીઓમાંથી અથવા કૃષિ યુનિવર્સીટીઓની નર્સરીમાંથી જ ખરીદવા જાઈએ.
• કારણ કે NHB એક્રિડીએટેડ અને યુનિવર્સીટીઓની નર્સરીઓ રોગ-જીવાત મુક્ત, ગુણવતા વાળા માતૃછોડમાંથી પસંદ કરેલ, ઓછા ભાવે, બિલ સાથે ખાતરી વાળી જાતોની કલમોનું વેચાણ અને નિયમોનું પાલન કરે છે.
• જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે લાલબાગમાં તમામ ફળપાકોના રોપા તથા કલમોનું વેચાણ થાય છે. જેનો સમય જાહેર રજાઓ સિવાય સવારે ૮ઃ૦૦ થી સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધી હોય.
• NHB એક્રિડીએટેડ નર્સરીઓનું જિલ્લા પ્રમાણે લિસ્ટ તેની વેબસાઈટમાંથી મેળવી શકાય છે.













































