જદયુએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં ૫૭ ઉમેદવારોના નામ છે. આલમનગર વિધાનસભા બેઠક પરથી નરેન્દ્ર નારાયણ યાદવ, મધેપુરાથી કવિતા સાહા, મહારાજગંજથી હેમ નારાયણ સાહા અને મોકામાના અનંત સિંહના નામ જાહેર કરવામાં આવ્યા છે. જદયુ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જાતિગત મતભેદોને દૂર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જદયુ અને ચિરાગ પાસવાનના જદયુ વચ્ચે કેટલીક બેઠકો પર મતભેદના અહેવાલો સામે આવ્યા છે. જોકે,  હજુ સુધી આ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.

એનડીએએ રવિવારે તેની બેઠક વહેંચણી યોજનાની જાહેરાત કરી. ભાજપ અને જદયુ ને સમાન સંખ્યામાં બેઠકો મળી છે, દરેકને ૧૦૧. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ને ૨૯ બેઠકો ફાળવવામાં આવી છે, જ્યારે જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવમ મોરચા (ધર્મનિરપેક્ષ) અને ઉપેન્દ્ર કુશવાહાના રાષ્ટ્રીય લોક મોરચાને છ-છ બેઠકો ફાળવવામાં આવી છે.

જદયુ ઉમેદવારોની પ્રથમ યાદી જુઓઃ

૧. આલમનગર – નરેન્દ્ર નારાયણ યાદવ,૨. બિહારીગંજ – નિરંજન કુમાર મહેતા,૩. સિંહેશ્વર – રમેશ ઋષિદેવ ૪. મધેપુરા – કવિતા સાહા,૫. સોનબરસા  – રત્નેશ સદા,૬. મહિસી – ગુંજેશ્વર સાહ,૭. કુશેશ્વરસ્થાન  – અતિરેક કુમાર,૮. બેનીપુર – વિનય કુમાર ચૌધરી,૯. દરમબાગા ગ્રામ્ય – ઈશ્વર મંડળ,૧૦. બહાદુરપુર – મદન સાહની,૧૧. ગાયઘાટ – કોમલ સિંહ.૧૨. મીનાપુર – અજય કુશવાહા,૧૩. સાકરા (એસસી)- આદિત્ય કુમાર,૧૪. કાંતિ – અજિત કુમાર,૧,. કુચાઈકોટ – અમરેન્દ્ર કુમાર પાંડે,૧૬. ભોર (એસસી)- સુનિલ કુમાર,૧૭. હથુઆ – રામસેવક સિંહ,૧૮. બરૌલી – મનજીત સિંહ,૧૯. જીરાદેઈ – ભીષ્મ કુશવાહ,૨૦. રઘુનાથપુર – વિકાસ કુમાર સિંહ ઉર્ફે જીશુ સિંહ,૨૧. બારહરિયા – ઈન્દ્રદેવ પટેલ,૨૨. મહારાજગંજ – હેમ નારાયણ સાહ,૨૩. એકમા – ધૂમલ સિંહ,૨૪. માંઝી – રણધીર સિંહ,૨૫. પારસા – છોટે લાલ રાય,૨૬. વૈશાલી – સિદ્ધાર્થ પટેલ,૨૭. રાજપાકર (એસસી) – મહેન્દ્ર રામ,૨૮. મહનાર – ઉમેશ સિંહ કુશવાહા,૨૯. કલ્યાણપુર – મહેશ્વર હજારી,૩૦. વારિસનગર – મંજરીખા મૃણાલ,૩૧. સમસ્તીપુર – અશ્વમેઘ દેવી,૩૨. મોરવા – વિદ્યાસાગર સિંહ નિષાદ,૩૩. સરાયરંજન – વિજય કુમાર ચૌધરી,૩૪. વિભૂતિપુર – રવીના કુશવાહા,૩૫. હસનપુર – રાજ કુમાર રાય,૩૬. ચેરિયા બરિયારપુર – અભિષેક કુમાર,૩૭. માટીહાની – રાજકુમાર સિંહ,૩૮. અલૌલી- રામચંદ્ર ,દા,૩૯. ખાગરીયા – બબલુ મંડળ,૪૦. બેલદૌર – પન્ના લાલ પટેલ,૪૧. જમાલપુર – નચિકેતા મંડળ,૪૨. સૂર્યગઢ – રામાનંદ મંડળ,૪૩. શેખપુરા – રણધીરકુમાર સોની,૪૪. બરબીઘા – કુમાર પુષ્પંજય,૪૫. અસ્થાવન – જિતેન્દ્ર કુમાર,૪૬. રાજગીર – કૌશલ કિશોર,૫૧. મોકામા – અનંત સિંહ,૫૨. ફુલવારી – શ્યામ રજક,૫૩. મસૌરી – અરુણ માંઝી,૫૪. સંદેશ – રાધા ચરણ સહ,૫૫. જગદીશપુર – ભગવાન સિંહ કુશવાહા,૫૬. ડુમરાઓ – રાહુલ સિંહ,૫૭. રાજપુર – સંતોષ કુમાર નિરાલા,ના સમાવેશ થાય છે

બિહાર વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ ૨૨ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ સમાપ્ત થાય છે. બિહારમાં મતદાન બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો ૬ નવેમ્બરે યોજાશે, જ્યારે બીજા તબક્કો ૧૧ નવેમ્બરે યોજાશે. પરિણામો ૧૪ નવેમ્બરે જાહેર કરવામાં આવશે.