એક તરફ કોંગ્રેસના રાષ્ટ્રિય અÎયક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના નેતાઓના ક્લાસ લઈ રહ્યા છે, તો બીજી તરફ અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત ન આવતાં હાઈકમાન્ડ લાલઘૂમ થઈ હતી. કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરીની ગંભીરતાથી નોંધ લેવાઈ છે. અને પ્રતાપ દૂધાતને પ્રમુખ પદ તરફથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો છે. જુનાગઢમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરી જાવા મળી. કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાત કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજર જાવા મળ્યા. ત્યારે રાષ્ટ્રિય નેતૃત્વએ પ્રતાપ દુધાતની ગેરહાજરીની ગંભીરતા નોંધ લીધી છે. અગાઉની શિબિરમાં પણ પ્રતાપ દુધાત હાજર ન રહ્યા હતા. ત્યારે આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રિય મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેમને પ્રોત્સાહન મળશે. જે લોકો કામ નહિ કરે તેની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે. પ્રતાપ દૂધાતના સ્થાને કોંગ્રેસ નવા પ્રમુખની નિમણૂંક કરાશે. પ્રતાપ દૂધાતની ગેરહાજરી પર લાલજી દેસાઈએ જણાવ્યું કે, આ અમારી આંતરિક બાબત છે. પ્રતાપ દુધાતે વિધીવત રજા ચિઠ્ઠી મૂકી છે. મલ્લિકા અર્જુન ખડગે અમારા વડીલ છે. વડીલ તરીકે જે ટકોર કરી તે સ્વીકાર્ય છે. સંગઠન મજબૂત કરવા કામ કરવું જ પડશે. જિલ્લા અધ્યક્ષો જે કામ કરે છે તેની માહિતી દિલ્હીથી લેવામાં આવે છે. સંગઠન મજબૂત કરવા લોકો સુધી જવું પડશે અને લોકોના દિલ જીતવા પડશે.જો કે જિલ્લા પ્રમુખની નિમણૂંક બાદ તાલુકા સંગઠનની પણ પ્રતાપ દૂધાતે નિમણૂંક નથી કરી. ત્યારે પ્રતાપ દૂધાતની ગેરહાજરી પર અનેક સવાલો પેદા થઈ રહ્યાં છે. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રિય અધ્યક્ષ લાલજી દેસાઈએ કહ્યું કે, ૨૦૨૭ની ચૂંટણીને લઈને તૈયારીઓના ભાગ રૂપે પ્ર-શિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે. આજે રાહુલ ગાંધીએ પણ પ્રશિક્ષણ શિબિરમાં શહેર અને જિલ્લાનાં અધ્યક્ષો વચ્ચે તાલીમ લીધી હતી.






































