અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત દ્વારા આજે લીલીયા તાલુકાના વિવિધ ગામોમાં ‘જન સંપર્ક પ્રવાસ’ ખેડવામાં આવ્યો હતો. તારીખ ૨૩/૦૪/૨૦૨૬ના રોજ સવારથી જ ઈંગોરાળા, બવાડા, ભોરીંગડા અને ખારા સહિતના ગામોની મુલાકાત લીધા બાદ, બપોર પછી હાથીગઢ અને ગુંદરણ જેવા વિસ્તારોમાં કાર્યકરો સાથે બેઠકો યોજાઈ હતી. પ્રતાપ દૂધાતે ગ્રામજનોને એકજુટ થઈ પરિવર્તન લાવવા હાકલ કરી હતી. પ્રવાસના અંતે સાવરકુંડલાના વિવિધ વોર્ડમાં રાત્રિ સભાઓનું પણ આયોજન કરાયું હતું. આ પ્રવાસથી સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસ ટીમ ચૂંટણીલક્ષી સખ્ત મહેનત કરી રહી છે.










































