એનસીસી ભાવનગર દ્વારા તા.રર થી ૩૧ સુધી સોનગઢ ખાતે આયોજિત સીએટીસી કેમ્પમાં અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ કોલેજ અને પ્રતાપરાય આટ્ર્સ કોલેજના ૬ બટાલીયનના ૪૬ કેડેટ્સએ ભાગ લીધો હતો. તેમાં કોલેજના કેડેટ્સે બેસ્ટ ઈન ડ્રીલ તથા બેસ્ટ ઈન એનસીસી સોન્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જેમાં કોલેજના ખાડા ધર્મરાજ (બેસ્ટ ડ્રીલ ઈન કેમ્પ), ગોહિલ કૌશિક તથા પરમાર મિલન( બેસ્ટ પાઈલોટીંગ) અને મોરવાડીયા ભાર્ગવ (બેસ્ટ સર્વિસ) માટે ગોલ્ડ મેડલ મેળવેલ છે. ઉપરાંત કોલેજના ચાર કેડેટ્સ બટાલીયન કક્ષાએ દિલ્હી મુકામે યોજાનાર પ્રજાસત્તાક દિનની પરેડ માટે પસંદગી પામેલ છે. આ માટે કોલેજના પ્રિન્સીપાલ ડો. અતુલભાઈ પટેલ, એનસીસી ઓફિસર લેફ.ડો.પી.એમ. વ્યાસ તથા તમામ સ્ટાફ પરિવારે કેડેટ્સને અભિનંદન પાઠવ્યા હતા.