પ્રકૃતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રવણ પ્રસાદ કેન્દ્રના નવનિર્મિત ભવન હૃદયસ્થ પ્રતાપભાઈ જયંતીભાઈ પંડયા ભવનનો લોકાર્પણ સમારોહ આગામી તા.૮ માર્ચ અને શિવરાત્રિના રોજ યોજાનાર છે. આ પ્રસંગે સામાજિક, રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. જેમાં કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા મુખ્ય મહેમાન તરીકે ખાસ હાજરી આપશે. ઉપરાંત ઈફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી, નાયબ મુખ્ય દંડક વિધાનસભા કૌશિકભાઈ વેકરીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, નગરપાલિકા પ્રમુખ બીપીનભાઈ લીંબાણી, મુકેશભાઈ સંઘાણી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ માંગરોળીયા, રમાબેન પંડયા, ડો. ભરત કાનાબાર, ભાવેશભાઈ સોઢા, તુષારભાઈ જાશી, દક્ષાબેન જાશી, વસંતભાઈ મોવલીયા, કાળુભાઈ ભંડેરી, ઉમેશભાઈ જાશી, સહિતના રાજકીય, સામાજિક ક્ષેત્રના મહાનુભાવોને મુકેશભાઈ જાની, મહેન્દ્રભાઈ જાશી, ભીખુભાઈ અગ્રાવત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.