તારીખ ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ના શુક્રવારે પીએમ ‘મદદ’ શ્રી ઈશ્વરીયા પ્રાથમિક શાળામાં પ્રતાપપરા ક્લસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન સફળતાપૂર્વક યોજાઈ ગયું. આ કાર્યક્રમમાં પ્રતાપપરા ક્લસ્ટરની તમામ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગોમાં ૧૭ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. નિર્ણાયકોએ દરેક વિભાગમાંથી શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી કરી અને તે રજૂ કરનાર બાળકોને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે, ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રતાપપરાના સી.આર.સી. નિકુલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.