(એ.આર.એલ),મુંબઇ,તા.૨
અરિજીત સિંહ બોલિવૂડના સૌથી મોંઘા અને લોકપ્રિય ગાયક છે. તેમનો લાઇવ કોન્સર્ટ ૧૧ ઓગસ્ટથી બ્રિટનમાં યોજાવાનો હતો, જે તેમણે રદ કર્યો છે. તેણે ચાહકોને કહ્યું કે તેની અચાનક મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે, જેના કારણે તેણે શો સ્થગિત કરવો પડ્યો.બોલિવૂડના પ્રખ્યાત સિંગર અરિજીત સિંહની એક પોસ્ટે ફેન્સને પરેશાન કરી દીધા છે. આ પોસ્ટ અનુસાર, અરિજીતની મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે, જેના કારણે તેણે બ્રિટનમાં આયોજિત થનારી કોન્સર્ટ કેન્સલ કરી દીધી છે.આ કોન્સર્ટ ૧૧મી ઓગસ્ટથી બ્રિટનના વિવિધ ભાગોમાં યોજાવાની હતી. અરિજિતે કોન્સર્ટ કેન્સલ કરવા બદલ ચાહકોની માફી માંગી છે અને તેને મુલતવી રાખવા બદલ દુખ પણ વ્યક્ત કર્યું છે. આ પોસ્ટમાં તેણે ચાહકો માટે એક સંદેશ પણ લખ્યો છે.આ કોન્સર્ટ ૧૧મી ઓગસ્ટથી બ્રિટનના વિવિધ ભાગોમાં યોજાવાનો હતો. અરિજિતે કોન્સર્ટ કેન્સલ કરવા બદલ ચાહકોની માફી માંગી છે અને તેને મુલતવી રાખવા બદલ દુખ પણ વ્યક્ત કર્યું છે.
અરિજીત સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી જેમાં તેણે પોતાના સ્વાસ્થ્ય વિશે લખ્યું છે. તેણે લખ્યું છે કે તેની તબિયત સારી નથી જેના કારણે તેની સારવાર ચાલી રહી છે. આ કારણે તેણે ૧૧ ઓગસ્ટે બ્રિટનમાં યોજાનાર લાઈવ કોન્સર્ટને કેન્સલ કરવો પડ્યો હતો. ગાયકે આ માટે તેના ચાહકોની માફી પણ માંગી અને શો રદ કરવા બદલ દિલગીરી વ્યક્ત કરી.