ફિલ્મમાં મોટા ભાગે વિલનના રોલમાં જોવા મળતો એક્ટર પ્રકાશ રાજ રિયલ લાઇફમાં હીરો કરતાં સહેજેય ઓછો
નથી. પ્રકાશ રાજ અવારનવાર ગરીબો તથા જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. હાલમાં જ પ્રકાશે પિતા વિહોણી દલિત યુવતીની મદદ કરી હતી. ખરી રીતે આ યુવતીએ ઇંગ્લેન્ડ જઈને ભણવાનું સપનું જોયું હતું. આ સપનું પૂરું કરવામાં પ્રકાશ રાજે મદદ કરી હતી. આ ઉપરાંત ઇંગ્લેન્ડમાં નોકરી મળે તે માટે પણ પ્રકાશ રાજે યુવતીની મદદ કરી હતી. જોણીતા ફિલ્મમેકર નવીન મોહમદઅલીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.
નવીન મોહમદઅલીએ પ્રકાશ રાજ તથા યુવતીની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘આભાર તથા પ્રકાશ રાજને સલામ. તેમણે એક અનાથ ગરીબ હોંશિયાર દલિત યુવતી શ્રીચંદનાની આર્થિક મદદ કરી. બ્રિટનની યુનિવર્સિટીમાં તેનું એડમિશન કરાવ્યું. માસ્ટર્સનો અભ્યાસ પૂરો કરાવ્યો અને હવે નોકરી શોધવા માટે પણ પૈસા આપ્યા. કોઈના જીવનમાં પરિવર્તન લાવવા માટે થેંક્સ સર.ર્
નવીન મોહમદઅલીની પોસ્ટ પર પ્રકાશ રાજે કહ્યું હતું, ‘આ રીતે મારું ધ્યાન દોરવા માટે તમારો આભાર. આ ખુશીની વાત છે. જ્યારે અનેક હાથ સાથે મળીને પરિવર્તન લાવે છે. સ્ટે બ્લેસ્ડ. સશક્ત બનાવવાનો આનંદ.
પ્રકાશ રાજની આ પોસ્ટ પર સેલેબ્સ સહિત ચાહકોએ પણ વખાણ કર્યા હતા. એક યુઝરે કહ્યું હતું, ‘તમારી પર ગર્વ છે સર. તમને મળવાની ઈચ્છા છે. અન્ય એકે કહ્યું હતું, ‘ગ્રેટ જોબ સર.