જે લોકો મોદી વિરુદ્ધ લડી રહ્યા છે તેમના પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૯
દેશભરમાં તમામ પક્ષો દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહારાષ્ટÙમાં મહાવિકાસ આઘાડીના નેતૃત્વમાં ચૂંટણી લડવાની તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે વાતચીત ચાલી રહી છે. દરમિયાન તાજેતરમાં પ્રકાશ આંબેડકરને પણ મહાવિકાસ આઘાડીમાં જાડાવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રકાશ આંબેડકરે કોંગ્રેસના નેતાઓ પર ટિપ્પણી કરી છે. તેમણે કોંગ્રેસના નેતાઓને સોપારી કહ્યા છે. તેમણે કહ્યું કે મÂલ્લકાર્જુન ખડગેએ કોંગ્રેસમાં હાજર રહેલા સોપારી નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવી જાઈએ. વાસ્તવમાં, પ્રકાશ આંબેડકરે મહારાષ્ટÙના ઇચલકરંજીમાં એક જનસભાને સંબોધિત કરતા આ વાત કહી.
પ્રકાશ આંબેડકરે પોતાના ભાષણમાં કહ્યું હતું કે જે લોકો મોદી વિરુદ્ધ લડી રહ્યા છે તેમના પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમારા એક મુખ્યમંત્રી (અશોક ચવ્હાણ) ગયા છે. બીજા મુખ્ય પ્રધાન (પૃથ્વીરાજ ચવ્હાણ) બાકી છે. તેમને એક એજન્ડા પણ આપવામાં આવ્યો છે. શું છે એજન્ડા? એજન્ડા ગઠબંધનમાં ભાગલા પાડવાનો છે. જા તમે ગઠબંધનમાં ભાગલા પાડશો તો મે-જૂનમાં અમુક રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે આપણે યાદ રાખવું પડશે કે કોંગ્રેસમાં આવા ઘણા સોપારીના વેપારી છે. કોંગ્રેસ અધ્યક્ષ મÂલ્લકાર્જુન ખડગેને અમારી સલાહ છે કે આ સોપારી નેતાઓને ઓળખો.
તેમણે કહ્યું કે મારી મÂલ્લકાર્જુન ખડગેને સલાહ છે કે આવા કોંગ્રેસી નેતાઓને પાર્ટીમાંથી બહાર ફેંકી દો. તેમને હટાવવાથી કોંગ્રેસ આગળ વધવાનું શરૂ કરશે. જા આ સોપારી નેતાઓને રોકવામાં નહીં આવે તો ચૂંટણી પછી તમે ચોક્કસ જેલમાં જશો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં મહારાષ્ટÙ કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે અમે મોદીની ગેરંટી સામે ચૂંટણી પંચને ફરિયાદ કરવા જઈ રહ્યા છીએ.અમને પીએમની ગેરંટી અથવા કેન્દ્ર સરકારની ગેરંટી શબ્દો સામે કોઈ વાંધો નથી. પરંતુ મોદીની ગેરંટી છે કે આ એક વ્યÂક્તનું અભિયાન છે. મોદી ભાજપના ઉમેદવાર છે. જનતાના પૈસાથી ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવો એ નિયમોની વિરુદ્ધ છે.