અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચના અને એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમરેલીના માર્ગદર્શન હેઠળ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અમરેલી જીલ્લા પોલીસ-સુરક્ષા સેતુ સોસાયટી તેમજ આશીર્વાદ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે ‘‘સ્તન કેન્સર જાગૃતિ અભિયાન’’ અંતર્ગત પોલીસ હેડ કવાટર્સ અમરેલી ખાતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્તન કેન્સર જાગૃતિ અભિયાનમાં અમરેલીના સુપ્રસિધ્ધ ડો.સ્વાતિબેન વ્યાસ, ડો. પિયુષ ગોસાઇ, ડો. વિરલ ગોયાણી, ડો.મીનાબેન ગોયાણી તથા મહિલા પોલીસ સબ ઇન્સપેકટર, મહિલા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સેમિનારનો હેતું વર્તમાન સમયમાં મહિલાઓમાં વધતા સ્તન કેન્સર તથા ગર્ભાશય કેન્સર વિશે જાગૃતિ લાવી, પ્રથમ તબકકામાં કેન્સરના લક્ષણો જાણી તેનું સમયસર નિદાન કરી અટકાવી શકાય તેવો હતો.