ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર અને સાવરકુંડલાના એ.એસ.પી. વલય વૈદ્યે સાવરકુંડલા શહેર સ્થિત સાફલ્ય એજ્યુકેશન ખાતે ગુજરાત પોલીસની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. આ કાર્યક્રમમાં, અધિકારીઓએ વિદ્યાર્થીઓને પોલીસ સેવામાં જોડાવા માટેની તૈયારીઓ, કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસની જવાબદારીઓ વિશે સૂચનો આપ્યા હતા.