ચલાલા ખાતે આવેલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામની ચલાલા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. આ તકે પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઈ) ચાવડા અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પીએસઆઇ) રામાણી સહિત પોલીસ સ્ટાફે હાજરી આપી હતી. મુલાકાત દરમિયાન પોલીસ અધિકારીઓએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના શિક્ષકોનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.સંસ્થાના વડા ડા. રતિદાદાએ પોલીસ અધિકારીઓને તંદુરસ્તી અને શ્રેષ્ઠ કામગીરી માટે આશીર્વાદ આપ્યા હતા. સંસ્થાના ડાયરેક્ટર ભારત ભૂષણ મહેશભાઈ મહેતાએ સર્વે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.