પોલીસિંગ અને ન્યાય વિતરણની દ્રષ્ટિએ બંગાળની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ વાત ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ૨૦૨૫) દ્વારા બહાર આવી છે. જ્યારે ન્યાયના મામલે દક્ષિણના પાંચ રાજ્યોનો વિજય થયો છે.ચોથો ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. આ રિપોર્ટ મુજબ, દેશના દક્ષિણ રાજ્યો પોલીસિંગ, ન્યાય અને જેલ વ્યવસ્થાપનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. આમાં કર્ણાટક પ્રથમ સ્થાને છે. જ્યારે પશ્ચિમ બંગાળ સૌથી નીચલા સ્થાને છે.
ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ અનુસાર, પોલીસિંગની બાબતમાં પશ્ચિમ બંગાળ સૌથી નીચે છે, જ્યારે તેલંગાણા પહેલા ક્રમે છે. ન્યાયતંત્રના કિસ્સામાં પણ, પશ્ચિમ બંગાળ સૌથી નીચલા ક્રમે છે, જ્યારે કેરળ ટોચ પર છે. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ૨૦૨૫ ન્યાયના ચાર સ્તંભો પર તેમના પ્રદર્શનના સંદર્ભમાં રાજ્યોને ક્રમ આપે છે. આ રિપોર્ટમાં બંગાળની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ રિપોર્ટ દર્શાવે છે કે ગુના સામે લડવાની અને ન્યાય આપવાની પ્રક્રિયામાં રાજ્યો આગળ છે કે પાછળ છે.
ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં કયા રાજ્યને કેટલો ક્રમ મળ્યો તે જોઇએ તો કર્ણાટક ૬.૭૮,આંધ્રપ્રદેશ ૬.૩૨,તેલંગાણા ૬.૧૫,કેરળ ૬.૦૯,તમિલનાડુ ૫.૬૨,છત્તીસગઢ ૫.૫૪,મધ્યપ્રદેશ ૫.૪૨,ઓડિશા ૫.૪૧,પંજાબ ૫.૩૩,મહારાષ્ટ્ર ૫.૧૨,ગુજરાત ૫.૦૭,હરિયાણા ૫.૦૨,બિહાર ૪.૮૮,રાજસ્થાન ૪.૮૩,ઝારખંડ ૪.૭૮,ઉત્તરાખંડ ૪.૪૧,ઉત્તર પ્રદેશ ૩.૯૨,પશ્ચિમ બંગાળ ૩.૬૩
ટાટા ટ્રસ્ટ હેઠળ શરૂ કરાયેલ ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટે ૨૦૧૯ માં તેનો પહેલો રિપોર્ટ રજૂ કર્યો હતો. મોટા અને મધ્યમ કદના વર્ગોમાં, દક્ષિણ રાજ્યો કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને તમિલનાડુ ટોચ પર હતા, જ્યારે પશ્ચિમ બંગાળ યાદીમાં સૌથી નીચે હતું. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને રાજસ્થાનને સ્થાન આપવામાં આવ્યું છે.
રિપોર્ટ મુજબ, કર્ણાટકને ૧૦ માંથી ૬.૭૮ ગુણ મળ્યા, જ્યારે પશ્ચિમ બંગાળનો કુલ સ્કોર ૩.૬૩ હતો. આ વર્ષના રેન્કિંગમાં તે સૌથી નીચે રહ્યું છે. ગયા સર્વેમાં ૧૧મા ક્રમે રહેલું તેલંગાણા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટની ચોથી આવૃત્તિમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.










































