છેલ્લા ૩૫ વર્ષથી પોલીસ ખાતામાં સેવા આપનાર છજીં ઉદયભાઇ લખુભાઇ શેખવા વય મર્યાદાના કારણે ૩૧ ઓગસ્ટે સેવામાંથી નિવૃત્ત થયા હતા. છેલ્લા બે વર્ષથી કલેકટર ઓફિસમાં ડિઝાસ્ટર વિભાગમાં ફરજ બજાવતા ઉદયભાઈનો
નિવૃત્તિ સત્કાર સમારંભ યોજવામાં આવેલ. આ અવસરે મામલતદાર, હોમગાર્ડના કમાન્ડન્ટ, સુરેશભાઈ શેખવા, ડિઝાસ્ટર કચેરીના કર્મચારીઓ, પોલીસ હેડ ક્વાર્ટરના સ્ટાફ પરિવારના અધિકારીઓ, ફોરવર્ડ સ્કૂલના આચાર્ય સિધ્ધપુરા, સુરેશભાઈ શેખવા, રજતભાઈ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ૧૯૯૦ની પોલીસની ભરતીમાં હાજર થયેલ ૫૮ પોલીસ મિત્રો સાથે ટ્રેનીંગથી આજ ૩૫ વર્ષ સુધી સુખ-દુઃખના સાથી મિત્રોના અનોખા અઠ્ઠાવન ગૃપ દ્વારા આજ રોજ સૂર્યા ગાર્ડન ખાતે આ વર્ષમાં ૧૪ સભ્યો નિવૃત થતાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.