હાલ રાજ્યમાંથી નકલી તબીબોની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે એસઓજી અને આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમે રેડ કરી મોટા બામોદરા માંથી ત્રણ બોગસ તબીબોને ઝડપી લીધા છે.પોલીસે સ્થળ ઉપરથી ૯૯ હજારનો એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કર્યો છે. આપણે જણાવી દઈએ હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી કર્યા પછી દાંતાના અંતરિયાળ વિસ્તારમાં ત્રણ શખ્સો ક્લીનિક ચલાવતા હતા . અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ત્રણ મુન્ના ભાઈઓ સામે પોલીસે કાર્યવાહી કરી હતી.
અંબાજી તાલુકાના દાંતા કેમ્પસમાંથી ડોકટરો તરીકે ઉભેલા ત્રણ નકલી તબીબો ઝડપાયા હતા. એસઓજી, આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. આ મુન્નાભાઈઓ લાંબા સમયથી દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ક્લીનિક ચલાવતા હતા.જે નકલી ડોકટરો પકડાયા છે તેમાં મનુ અમરતભાઈ રાવળ, મોટા બામોદરા, દાંતા તાલુકો,૨. જશવંતજી રાજુજી સોલંકી મધુસુદનપુરા, દાંતા તાલુકો,૩. પ્રભાતજી બનાજી ઠાકોર, રણોલ, દાંતા તાલુકોનો સમાવેશ થાય છે દરોડામાં બામોદરામાંથી ત્રણ નકલી તબીબોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૯૯ હજારની કિંમતની એલોપેથિક દવાઓ જપ્ત કરી હતી.
હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ આરોપી દાંતાના અંતરિયાળ વિસ્તારમાં ક્લીનિક ચલાવતો હતો. તેણે ક્લીનિક ચલાવીને અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરી હતી.