પોરબંદર સમુદ્રમાં માછીમારી કરતી ક્રિષ્ના નામની ફિશિંગ બોટ માં બે શંકાસ્પદ કબૂતર મળી આવતા આ કબૂતર નો કબજાપોલીસે લઈ એફ.એસ.ની મદદથી વધુ જાણકારી મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે.
પોરબંદર નજીકના મિયાણી ગામ નજીક સમુદ્રમાં ફિશિંગ કરતી ક્રિષ્ના નામની ફિશિંગ બોટમાં ગઈ કાલે બે કબુતરો આવી પહોંચ્યા હતા. કબુતરો ની પાંખમાં અલગ પ્રકારની ભાસામાં કાંઈક લખેલ અને પગમાં રિંગ જેવું જાણતા બોટના ખલાસીઓ એ હર્બર મરીન પોલીસને જાણ કરી હતી અને આ બને શંકાસ્પદ કબુતરો પોલીસ ને સોંપી આપ્યા હતા .પોલીસે કબુતરો મામલે ઉંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે.
પોરબંદર માં ઇન્ડિયન નેવી અને ભારતીય કોસ્ટગાર્ડના વડા મથક હોવાથી સુરક્ષા એજન્સીઓ બન્ને કબુતરો જાસૂસી કે કોઈ અન્ય હિલચાલ માટે આવ્યા તે બાબતે ઝીણવટ ભરી તપાસ ચલાવી રહી છે.જાકે ભૂતકાળ માં ૨૦૧૮માં પણ આવું એક કબૂતર પોરબંદર પોલીસ ને મળી આવ્યું હતું ત્યારે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની રહી છે.હાલ તો પોલીસે બોટના ટનડેલ ની મિયાણી મરીન પોલીસમાં જાણવા જાગ ફરિયાદ લઈ તપાસ તેજ કરી છે.