પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને કોડીનાર પોલીસે ઝડપી પાડ્યો છે. સર્વેલન્સ સ્ક્વોડના એ.એસ.આઈ. પ્રદીપસિંહ રાયજાદા અને પોલીસ કોન્સ્ટેબલ દોલુભાઈ જાદવને મળેલી ગુપ્ત બાતમીના આધારે, પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં અટક કરવાના બાકી આરોપી ધેલાભાઈ દીલીપભાઈ સોલંકી (ઉંમર ૪૦, ધંધો મજૂરી, રહે. સનવાવ ગામ, આલીદર રોડ, તા. ગીર ગઢડા, જિ. ગીર સોમનાથ) ને કોડીનાર બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી ધેલાભાઈ સોલંકી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૩૫(૧)(દ્ઘ) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે અને આ અંગે બગવદર પોલીસ સ્ટેશનને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.








































