સૌથી પોપ્યુલર અને લોકપ્રિય ટીવી શો કોન બનેગા કરોડપતિએ તાજેતરમાં પોતાના ૧૦૦૦ એપિસોડ પૂરા કર્યા છે. ત્યારે કેબીસી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના દર્શકો માટે ખુશખબર છે. આ શોને વધુ સ્પેશ્યલ બનાવવા માટે ટીવીના સૌથી જૂના અને લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના કલાકારો અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપતા નજરે પડશે. ્‌ર્સ્દ્ભંઝ્રની ટીમના જેઠાલાલ (દિલીપ જોશી), પોપટલાલ (શ્યામ પાઠક), કોમલ હાથી (અંબિકા રંજનકર)થી લઇને શોના નિર્માતા અસિત કુમાર મોદી કેબીસીમાં બિગ બી સાથે દેખાશે. રસપ્રદ વાત તે છે કે, અમિતાભ બચ્ચનની મેજબાનીવાળા શોમાં આ શુક્રવારે એક કે બે મહેમાન નહીં પણ કુલ ૨૧ મહેમાન હાજર હશે. આ દરમિયાન સોની ટીવીએ શોના આગામી શાનદાર શુક્રવારના એપિસોડનો એક પ્રોમો જોહેર કર્યો છે. આ વિડીયોમાં જોઇ શકાય છે કે આગામી શાનદાર શુક્રવારના રોજ દર્શકોને મસ્તી અને કોમેડીનો ઓવરડોઝ મળશે. અમિતાભ બચ્ચને તારક મહેતાના ૨૧ લોકોને જોઇને કહ્યું કે, અહીં સીટ તો માત્ર ૨ જ લોકોની છે. બિગ બીની આ વાત પર દિલીપ જોશીએ જબરદસ્ત અંદાજમાં જવાબ આપ્યો હતો.
જેઠાલાલે (દિલીપ જોશી) કહ્યું કે, બે ઉપર બેસી જશે, બાકીના લોકો નીચે પંગત લગાવી દો અને ત્યાર બાદ શરૂ થયો રમૂજનો સિલસિલો. શો દરમિયાન પોપટલાલે અમિતાભ બચ્ચન પાસે તેના લગ્ન કરાવવા મદદ માંગી હતી. પોપટલાલે અમિતાભ બચ્ચન સામે પોતાના લગ્ન વિશે વાત કરતા જણાવ્યું કે, સર, તમે તમારા લગ્ન કરાવી શકો છો. હું ફર્સ્‌ટ ક્લાસ લોટ બાધું છું અને લોકડાઉનમાં કચરા-પોતા પણ કર્યા હતા. પોપટલાલની વાતો સાંભળીને અમિતાભ બચ્ચન પણ હસવા લાગ્યા હતા અને બોલ્યા, શાબાશ. શોમાં દર્શકોને માત્ર કેબીસી ગેમ અને રમૂજનો ડોઝ જ નહીં, પરંતુ ગરબાની રમઝટ પણ જોવા મળશે. અમિતાભ બચ્ચને જેઠાલાલ અને બાપુજી સાથે ગેમ પણ રમી અને ગરબા પણ રમ્યા હતા. ટૂંકમાં કહીએ તો આ આવનાર એપિસોડ દર્શકો માટે મનોરંજન અને મસ્તીનો પટારો ખોલી દેશે.