એક્સ આર્મી મેનના પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ એરપોર્ટ રોડ પર પૂર્વ સૈનિકોએ પોતાની માંગણીઓને લઈને ચક્કાજામ કર્યું હતું. ગાંધીનગરમાં માજી સૈનિકોની અટકાયત કરાતા વિરોધ થયો હતો. માજી સૈનિકોને મુક્ત કરવા ઉઠાવી માંગ કરી એરપોર્ટ રોડ પર ચક્કાજામ કરતા ટ્રાફિક સર્જાયો છે.પોલીસ ભરતીમાં અનામત મુદ્દે માજી સૈનિકો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આજે સવારે ગાંધીનગર ખાતે ઉપવાસ છાવણી પર બેઠેલા એક્સ આર્મીમેનને પોલીસે અટકાયત શરૂ કરી હતી. માજી સૈનિકો રેલી કરે તે પહેલાં જ અટકાયત કરવામાં આવી હતી. સૈનિકો સત્યાગ્રહ છાવણીથી સચિવાલય અને કમલમ સુધી રેલી કરવાના હતા. સરકારી ભરતીમાં ૧૦% અનામતની જગ્યા સંપૂર્ણ ભરવા માટે માંગ કરી છે. ત્યારે છાવણી પર ધરણા કરતા આગેવાનો અને માજી સૈનિકોની અટકાયત કરાઈ હતી.આ બાદ માજી સૈનિકો આર્મી હોસ્પિટ્લ ખાતે એકઠા થયા હતા અને ગાંધીનગર ખાતેથી ડિટેઇન કરેલ માજી સૈનિકોને મુક્ત કરવા માંગ કરી હતી. શાંતિથી આંદોલન કરતા માજી સૈનિકોને પોલીસે ડિટેઇન કર્યાનો તેઓએ આક્ષેપ કર્યો છે. જ્યાં સુધી ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતને મુક્ત નહીં કરતા ત્યાં સુધી માજી સૈનિકો આંદોલન કરશે તેવી ચીમકી આપી છે .માજી સૈનિકોએ પોલીસ ભરતીમાં ૧૦ ટકા અનામત આપવા માંગ કરી છે. સાથે જ ક્લાસ ૧ ને ૨ માં ૧ ટકા ક્લાસ ૩માં ૧૦ અને ક્લાસ ૪ માં ૨૦ ટકા થવા માંગણી કરી છે. આ કારણે ૨૦૦ થી પણ વધુ માજી સૈનિકોએ એરપોર્ટ સર્કલ પર ચક્કાજામ કર્યું હતું. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. માજી સૌનિકોએ એરપોર્ટ સર્કલ પર છેલ્લા ૨૦ મિનિટ સુધી ચક્કાજામ કર્યુ છે. ચક્કાજામ થતા એરપોર્ટ પર આવતા જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ સર્કલથી ૨ કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સરજ્યા છે. પોલીસ દ્વારા એક્સ આર્મી જવાનોને સમજાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.