છેલ્લા એક મહિનામાં જે કંઈ થયું તેના કારણે શાહરૂખ ખાન એક પિતા તરીકે ઘણું સહન કરી ચૂક્યો છે, જેનો સાક્ષી આખો દેશ છે. પરંતુ એક દીકરા તરીકે એક વાતનો પસ્તાવો આજે પણ તેના દિલમાં છે. શાહરૂખ ખાન દર વર્ષે પોતાનો બર્થ ડે ધામધૂમથી સેલિબ્રેટ કરે છે. પરંતુ આ વખતનો બર્થ ડે વધારે ખાસ છે. કારણ કે, ૨૮ દિવસ સુધી જેલમાં રહ્યા બાદ તેનો દીકરો હાલમાં જ ઘરે પરત આવ્યો છે. દીકરાની ધરપકડ થતાં તેના ચહેરા પરથી જે સ્મિત ગાયબ હતું તે ફરી જાવા મળી રહ્યું છે. પિતા તરીકે ઘણું સહન કર્યું અને દીકરા તરીકે તેના દિલમાં એક પીડા છે, તેના વિશે તેણે પોતે વાત કરી હતી. શાહરૂખ ખાનના બર્થ ડે પર તેના એક ફેન પેજે થ્રોબેક વીડિયો શેર કર્યો છે. જેમાં તેની સાથે સલમાન ખાન અને રાણી મૂખર્જી પણ છે. વીડિયોમાં સલમાન તેને એક સવાલ પૂછી રહ્યો છે જે ભારતીય બાળકોના પોતાના માતા-પિતા પ્રત્યેના પ્રેમના એકરાર સાથે જાડાયેલો છે. સલમાનની વાત સાંભળી શાહરૂખ હાથથી આંખો ઢાંકી લે છે અને થોડીવાર માટે સન્નાટો છવાઈ જાય છે. તેને જાઈને સલમાન અને રાણી મૂખર્જી પણ ભાવુક થઈ જાય છે. શાહરૂખ બાદમાં કહે છે જવાબ આપતા પહેલા હું જણાવી દઉ કે, હું ત્રણ બાળકોનો બાપ છું અને જીવનમાં તેનાથી મોટી ઈચ્છા કોઈ માતા-પિતાની નથી હોતી કે તેમના બાળકો મહિનામાં, વર્ષમાં કે છ મહિને એકવાર કહી દે કે, મમ્મી-પપ્પા અમે તમને પ્રેમ કરીએ છીએ. મારા માતા-પિતા તો આ દુનિયામાં નથી, મને એવુ લાગે છે કે યાર એક-બેવાર કહી દેવું જાઈતું હતું. તેથી, તમને જ્યારે પણ લાગે ત્યારે કહી દો’. શાહરૂખે અગાઉ પણ આપેલા ઘણા ઈન્ટરવ્યૂમાં પોતાના માતા-પિતા મૃત્યુને સૌથી મોટુ નુકસાન ગણાવ્યું હતું. શાહરૂખની આ વાતો સાંભળીને સલમાન ઈમોશનલ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ જ્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સલમાન સૌથી પહેલા તેના ઘરે પહોંચ્યો હતો અને ટેકો આપ્યો હતો. આટલું જ આર્યન ખાનના કેસની એક-એક અપડેટ માટે તેણે તેની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરવાનું પણ ટાળ્યું હતું.