સુરતમાં સાવકા પિતા દ્વારા પુત્રી સાથે દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. સાવકા પિતાએ ૧૨ વર્ષ પહેલાં દીકરી સાથે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો હતો. વીડિયો બતાવી સાવકો પિતા દીકરીનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો.. સાવકી પુત્રીના લગ્ન અન્ય જગ્યાએ થઈ ગયા હતા. દીકરીના લગ્ન બાદ પણ સાવકા પિતાની હવસ ખુટી ન હતી અને તેણે પુત્રીને જુના વીડિયો મોકલ્યા હતા. વીડિયો મોકલી ફરી સાવકી પુત્રી સમક્ષ શારીરિક સંબંધ બાંધવા માંગ કરી હતી.
પુત્રીએ આખરે સાવકા પિતા સામે પોલીસ ફરીયાદ કરી હતી. સાવકા પિતાને પોલીસ ફરીયાદની જાણ થતાં તે સુરત થી ફરાર થઇ ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીની રાજસ્થાન બોર્ડરથી ધરપકડ કરી છે.. પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને જેલ હવાલે કર્યો છે.