જેમ જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ટિકિટને લઇ ખેંચતાણ અને પક્ષ પલ્ટાની પણ સીજન શરૂ થઇ ગઇ છે.આ દરમિયાન કોંગ્રેસ નેતા સંજય સહગલે મોટું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે હાઇકમાન્ડે પોણા પાંચ વર્ષ સુધી ડમી બની રહેલ કોંગ્રેસના ધારાસભ્યોને ચુંટણી ટીકીટ આપવા પર પુનર્વિચાર કરવો જાઇએ સહગલે આ બાબતે હાઇકમાન્ડને પત્ર લખી ટિકિટ વિતરણને લઇ પોતાની નારાજગી વ્યકત કરી છે.તેમણે આરોપ લગાવ્યો છે કે અનેક ધારાસભ્ય ડિપો હોલ્ડર બનેલ છે કોઇએ પેટ્રોપ પંપ ખોલી દીધા છે.તેની તપાસ કરાવવી જાઇએ સહગલ પંજાબ કોંગ્રેસના આરટીઆઇ સેલના વરિષ્ઠ સીનિયર વાઇસ ચેરમેન છે.
સહગલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી,પ્રદેશ પ્રભારી,પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજાત સિહ સિધ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત ચન્નીને પત્ર લખી કહ્યું છે કે પંજાબ વિધાનસભા સત્ર દરમિયાન મુકદર્શક બની રહેલ ધારાસભ્યો ટિકિટના હકદાર હોઇ શકે નહીં. આવા ધારાસભ્યોએ ગૃહમાં કોઇ પ્રશ્ન પુછયો નથી અને ન તો પોત પોતાના મત વિસ્તારથી સબંધિત કોઇ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા માટે ધ્યાનાકર્ષણ નોટીસ આપી છે
પોતાના પત્રમાં તેમણે લખ્યું છે કે પાર્ટીને ટિકિટ વિતરણને અંતિમ રૂપ આપતા પહેલા વર્તમાન ધારાસભ્યોના પ્રદર્શનની તપાસ કરવી જાઇએ સંજય સહગલે કહ્યું
કે તેમણે જાલંધર સેન્ટ્રલ વિસ્તારના ધારાસભ્ય સહિત અન્ય ધારાસભ્યોના પ્રદર્શનની બાબતે કેટલાક પ્રશ્ન પુછવા માટે પંજાબ વિધાનસભામાં આરટીઆઇ કરી છે.તેમણે કહ્યું કે નિષ્ફળ રહેલ ધારાસભ્ય આગામી વિધાનસભા ચુંટણી માટે બીજીવાર ટિકિટ મેળવવા માટે હકદાર નથી સંજયે કહ્યું કે કેટલાક ધારાસભ્યોએ આ મુદ્ત દરમિયાન ડિપો હોલ્ડરથી લઇ પેટ્રોલ પંપ ખોલવા સુધીનું સફર નક્કી કર્યું છે તેની પણ તપાસ કરી કાર્યવાહી કરવી જાઇએ