અમરેલી સીટી પી.આઈ. એમ.એમ.ઝાલા અને સર્વેલન્સ ટીમે બાતમીના આધારે સાવરકુંડલાના ખડસલી ગામેથી પોક્સોનો આરોપી અમિત ઉર્ફે બબલુ પ્રવિણભાઈ પિંગાળાને દબોચી લીધો છે. આ કામગીરીમાં સરપંચ બાબુભાઈ ચોવટીયા અને ગ્રામીણ આગેવાનોએ પણ સહયોગ આપ્યો હતો. પકડાયેલ આરોપી વિરુધ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









































