હરિયાણાની બે રાજયસભા બેઠકો પર યોજોનાર ચુંટણીને લઇ રાજયની રાજનીતિ ગરમ થઇ ગઇ છે.પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના ખાતામાં એક એક બેઠક જતી રહેશે પરંતુ અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માની એન્ટ્રીએ મુકાબલો રસપ્રદ કરી દીધો છે.આ દરમિયાન ઇડિયન નેશનલ લોકદળના નેતા અભય ચૌટાલાએ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા પર પૈસા લઇ કાર્તિકેયને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીએ પહેલા જ જોહેરાત કરી દીધી હતી કે તેના ૧૦ ધારાસભ્ય રાજયસભાની બીજી બેઠક પર કાર્તિકેય શર્માને મત આપશે.
અભય ચૌટાલાએ દુષ્યંત ચૌટાલાને ઘેરતા કહ્યું કે જનનાયક જનતા પાર્ટી અને દુષ્યંત ચૌટાલા પૈસા લીધા વિના કોઇને સાથ આપતા નથી આ વખતે તેમણે વિનોદ શર્માના ખિસ્સા પર હાથ
નાખ્યો છે કોણ કેટલો માલ આપશે તે મને ખબર પડી જશે ત્યારબાદ હું ખુલાસો કરીશ કે કોણ કેટલા રૂપિયામાં વેચાયા એ યાદ રહે કે ભાજપ તરફથી હરિયાણાથી કૃષ્ણ પંવારને ઉમેદવાર બનાવ્યા છે.જયારે કોંગ્રેસે અજય માકને પોતાના ઉમેદવાર બનાવી રાખ્યા છે કાર્તિકેય શર્માને જેજેપી ઉપરાંત છ અપક્ષ ઉમેદવારોનું સમર્થન પણ મળી ચુકયું છે. ભાજપના હરિયાણા વિધાનસભામાં ૪૦ ધારાસભ્ય છે ભાજપનો ઉમેદવાર પહેલા દૌરમાં ૩૧ મતથી જીત હાંસલ કરવામાં સફળતા હાંસલ કરી લેશે જયારે કોંગ્રેસ માટે પેંચ ફસાતો નજરે પડી રહ્યો છે. કોંગ્રેસની પાસે પોતાના ઉમેદવારને જીતાડવા માટે જરૂરી ૩૧ મત તો છે પરંતુ કુલદીપ બિશ્નોઇની નારાજગી કોંગ્રેસ જુથમાં મુશ્કેલી વધારી દીધી છે.