(એ.આર.એલ),ગાઝા,તા.૧૩
હમાસ અને ઈઝરાયેલ છેલ્લા સાત મહિનાથી યુદ્ધ લડી રહ્યા છે. હમાસને ખતમ કરવાનો ઇઝરાયેલનો નિર્ણય ગાઝા પટ્ટીના લોકો પર ભારે પડી રહ્યો છે. ગાઝામાં ઉભી થયેલી માનવીય પરિસ્થતિને લઈને અમેરિકા સહિત ઘણા દેશોમાં ગુસ્સો છે. સમગ્ર વિશ્વમાં વિદ્યાર્થીઓ ઈઝરાયેલ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે ભૂતપૂર્વ રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિરોધને લઈને જા બિડેન પર નિશાન સાધ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેમના અનુગામીઓ ફાશીવાદીઓથી ઘેરાયેલા છે અને તેમણે કોલેજ કેમ્પસને જેહાદીઓ અને અમેરિકા વિરોધી ઉગ્રવાદીઓને સોંપી દીધા છે.
ટ્રમ્પે વધુમાં દાવો કર્યો હતો કે જે લોકો કોલેજ કેમ્પસમાં હંગામો મચાવવા માટે વિરોધીઓને ભંડોળ પૂરું પાડે છે તે જ લોકો જા બિડેનના અભિયાનને ભંડોળ પૂરું પાડે છે. તેમણે એમ પણ કહ્યું કે એક કટ્ટરવાદી ડેમોક્રેટિક પાર્ટી ચલાવી રહ્યા છે.
અમેરિકન વિદ્યાર્થીઓએ ગાઝાના લોકોની સ્થતિને લઈને સૌપ્રથમ અવાજ ઉઠાવ્યો હતો. તેઓએ ઈઝરાયેલ સામે વિરોધ કર્યો. દેખાવકારો અહીં ઓછામાં ઓછા ૪૦ યુનિવર્સિટી કેમ્પસમાં એકઠા થયા છે. ગાઝા પટ્ટીમાં વધતી જતી મૃત્યુની સંખ્યાના વિરોધમાં આ લોકોએ યુનિવર્સિટી કેમ્પસમાં તંબુ લગાવ્યા હતા. અમેરિકન મીડિયા અનુસાર, વિરોધ પ્રદર્શનને લઈને હજારો લોકોની અટકાયત કરવામાં આવી છે. ખાસ કરીને યુ.એસ.માં કોલેજ કેમ્પસ હોટસ્પોટ બની ગયા છે.
રવિવારે વાઈલ્ડવુડમાં એક વિશાળ સભાને સંબોધતા ટ્રમ્પે કહ્યું, ‘તે (બિડેન) અમારા કોલેજ કેમ્પસને અરાજકતાવાદીઓ, જેહાદીઓ અને અમેરિકા વિરોધી ઉગ્રવાદીઓને સોંપી રહ્યા છે જેઓ અમારા અમેરિકન ધ્વજને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.’