દક્ષિણ પેરુમાં વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. એક પેસેન્જર બસ બીજા વાહન સાથે અથડાઈને ઊંડી ખાડીમાં પડી હોવાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૭ લોકો માર્યા ગયા હતા અને ૧૩ અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલલમાં લઈ જવામાં આવ્યા હતા.અરેક્વીપા પ્રદેશના આરોગ્ય વ્યવસ્થાપક વોલ્ટર ઓપોર્ટોએ સ્થાનિક રેડિયો આરપીપીને જણાવ્યું હતું કે બસ એક પિકઅપ ટ્રક સાથે અથડાઈ હતી અને પછી રસ્તા પરથી લપસીને ખાડીમાં પડી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત બસ ચલા શહેર છોડીને અરેક્વીપા તરફ જઈ રહી હતી ત્યારે દક્ષિણ પેરુમાં અચાનક બીજા વાહન સાથે અથડાઈ હતી. ચલા દક્ષિણ પેરુમાં એક ખાણકામ ક્ષેત્ર છે.