આગામી પેરિસ ઓલોમ્પિક   પહેલા ભારતમાં કુસ્તીને લઈને ઘણો હોબાળો થયો હતો. છેલ્લા બે વર્ષમાં કુસ્તીના ખેલાડીઓની પસંદગી અને ટ્રાયલને લઈને ઘણો હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના પ્રમુખ બદલવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહના સ્થાને સંજય સિંહ પ્રમુખ બન્યા હતા. આ પછી પણ વિવાદોનો દોર ચાલુ રહ્યો. આ પછી, ઓલિÂમ્પક ક્વોટા અને પસંદગીના ટ્રાયલને લઈને ઘણો હોબાળો થયો. પહેલા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ક્વોટા હાંસલ કરનારા કુસ્તીબાજાને પેરિસ જવા દેવામાં આવશે નહીં. તેમને ટ્રાયલમાંથી પસાર થવું પડશે.
હવે રેસલિંગ એસોસિએશને ફરી એક નવો આદેશ જારી કર્યો છે. રેસલિંગ એસોસિએશનના નવા નિવેદન અનુસાર, પેરિસ ઓલોમ્પિક  માટે ક્વોટા મેળવનાર ખેલાડી જ પેરિસ જશે. આવી સ્થિતિમાં  ૨૦૨૧માં ટોક્યો ઓલોમ્પિકમાં ભારતને ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ અપાવનાર રવિ દહિયા આ વર્ષે ઓલિÂમ્પકમાં રમતા જાવા મળશે નહીં. રવિ દહિયા આગામી ઓલિÂમ્પક માટે ક્વોટા જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. ટોક્યો ઓલિÂમ્પકમાં બ્રોન્ઝ જીતનાર બજરંગ પુનિયા પર પહેલાથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ઇÂન્ડયન રેસલિંગ એસોસિએશનના પ્રમુખ સંજય સિંહે કહ્યું- સિલેક્શન કમિટીના તમામ સભ્યો સાથે મીટિંગ થઈ હતી અને નક્કી કરવામાં આવ્યું હતું કે અમે જે નિયમનું પાલન કર્યું હતું તે એ હતું કે જેને ક્વોટા મળશે તે પેરિસ ઓલિÂમ્પકમાં જશે. આ સાથે જ ૨૦૧૨ લંડન ઓલિÂમ્પકમાં મેડલ જીતનાર રેસલર યોગેશ્વર દત્તનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું ડબ્લ્યુએફઆઇ પ્રમુખ સંજય સિંહ અને અન્ય સભ્યોની હાજરીમાં ટ્રાયલ કમિટીની બેઠક યોજાઈ હતી. નક્કી કરવામાં આવ્યું હતું કે જેમની પાસે ક્વોટા છે તે જપેરિસ ઓલોમ્પિક માં જશે.