ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું હિંમતનગર તાલુકામાંથી પેપર લીક થયાનો સનસનીખેજ આક્ષેપ બાદ રાજકારણ ગરમાયું છે. હેડક્લાર્કનું પેપર લીક થયાનો અંતે સરકારે સ્વિકાર કર્યો છે. જેના સંદર્ભે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તત્કાલ તમામ તપાસ અધિકારીઓ સાથે મેરેથોન મીટીંગ કરી ઝડપથી આરોપીઓને ઝડપી પાડવા આદેશ કર્યો હતો. ગરમાતા જતા આ રાજકારણ અંગે પોલીસે અત્યાર સુધી કરેલી કામગીર અને એફઆઇઆર અંગે આજે ગૃહરાજ્યમંત્રી પ્રેસકોન્ફરન્સ મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ગુરૂવારે મોડી રાતે પ્રાંતિજમાં ૧૦ લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.
હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર પેપર લિકનો મામલો સામે આવ્યો હતો. જે બાદ તાત્કાલિક ધોરણે ગુજરાત સરકારે તપાસની સૂચના આપવામાં આવી હતી. આમા પહેલા જ દિવસથી વિવિધ પાસાઓ પર તપાસ કરવામાં આવી છે. આ ગુના સાથે સંકળાયેલા શંકાસ્પદ આરોપીઓ છટકી ના શકે તે ગૃહમંત્રાલયની નજરમાં હતુ. પોલીસની ટીમે તપાસ માટે ૨૪ ટીમો બનાવીને તપાસ કરી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પેપરલીક કરનારા લોકોને કડકમાં કડક સજો કરવામાં આવશે. ગુનાના મુળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે. પહેલાં ક્યારેય પગલાં ના લેવાયા હોય તેવા પગલાં આ કેસમાં લેવાશે. એવી કાર્યવાહી કરાશે કે, ભવિષ્યમાં કોઈ ફરીવાર પેપર લીક કરવાની કોશિષના કરે. આ સાથે ફરાર આરોપીઓને પણ જલ્દી ઝડપી પાડવામાં આવશે.
ગુરુવારે બપોર બાદ યુવરાજસિંહ જોડેજો ગૌણ સેવા પસંદગી મંડળને પુરાવા સોંપવા માટે ગયા હતા. જ્યાં તે ચેરમેન અસિત વોરાને મળ્યા હતા. તેમની સાથે વાતચીત કરીને મહ¥વના પુરાવા સોંપ્યા હતા. જો પુરાવા આ કેસ માટે અગત્યના જણાય તો આ પરીક્ષા રદ પણ થઇ શકે છે.
હેડક્લાર્કની પરીક્ષાના પેપરલીકનો મામલો હવે ગરમાતો જોય છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ મિટિંગોની મેરેથોન શરૂ કરી છે. તેમણે તાત્કાલિક ધોરણે તપાસમાં જોડાયેલા અધિકારીઓને બેઠકમાં હાજર રહેવાનો આદેશ કર્યો હતો. જે બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે શુક્રવારે સવારે ૧૦.૦૦ વાગ્યે પ્રેસકોન્ફરન્સ કરીને સમગ્ર કેસની તપાસ અને નિર્ણય અંગે જોણકારી આપશે. જેમાં મોટા ખુલાસા અને નિર્ણયો જોહેર થઇ શકે છે. જોકે, ચર્ચા એવી પણ છે કે, તંત્રને આ
કેસનો મુખ્ય સુત્રધાર મળી ગયો છે.
પેપર લિક કેસમાં સાબરકાંઠાનું કનેક્શન સામે આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૦-૧૨ લોકોની અટકાયત પણ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. બીજી તરફ જે રીતે સોશિયલ મીડિયામાં ઉપર ફાર્મ હાઉસના ફોટો વાયરલ થઈ રહ્યા છે એ ફાર્મ હાઉસ ખોટું હોવાના દાવા સાથે ફાર્મહાઉસના માલિક પણ સામે આવ્યા છે.
નોંધનીય છે કે, રવિવારે લેવાયેલી હેડક્લાર્કની ૧૮૬ જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જોડેજોએ કર્યો હતો. પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જોડેજોએ આજે અસિત વોરા જ શંકાના દાયરામાં હોવાનો આક્ષેપ કરી પેપર લીકના પુરાવા આપ્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી બે દિવસમાં કોઈ નિર્ણય નહીં લે તો પરીક્ષાર્થીઓ અને વાલીઓને ગાંધીનગર બોલાવવાની ચીમકી ઉચ્ચારી હતી.