બીપીએસસી પેપર લીક મામલામાં અત્યાર સુધી નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ મામલામાં ઇઓયુના એક સોલ્વરની ધરપકડ કરવામાં આવી છે જો કે આ મામલામાં જન અધિકાર પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ સાંસદ પપ્પુ યાદવ સતત આઇએએસ રંજીતકુમાર સિંહની વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે.તેમણે ચેતવણી આપી છે કે જો આ મામલામાં આઇએએસ અધિકારી પર કાર્યવાહી નહીં થાય તો તે આંદોલન કરશે તેમણે કહ્યું કે જન અધિકાર પાર્ટીની છાત્ર પરિષદ અને યુવા પરિષદની ટીમ પટણાના માર્ગો પર ઉતરશે બીપીએસસી કાર્યાલયનો ધેરાવ કરશે આ આંદોલન બાદ પણ જો આઇએએસ રંજીત પર કાર્યવાહી નહીં થઇ તો તેઓ ખુદ હાઇકોર્ટ જશે અને આ મામલામાં દુધનું દુધ અને પાણીનું પાણી કરશે પપ્પુ યાદવે કહ્યું કે એવા અનેક પ્રમાણ મળ્યા છે જેમાં આઇએએસ રંજીતની ભૂમિકા સ્પષ્ટ જોવા મળી રહી છે.તેમણે કહગ્યું કે સીતામઢીમાં આઇએએસ રંજીતકુમાર સિંહના ડીએમ રહેતા કૌભાંડને જોહેર કરનારા વકીલ સમાજસેવી વિમલ શુકલાએ અવાજ ઉઠાવ્યો અને પ્રમાણ પણ આપી રહ્યાં છે કે બીપીએસસી પેપર લીક મામલાના તાર સીતામઢીથી જોડાયેલ છે તો તેમની વાત કેમ સાંભળવામાં આવતી નથી તેમના પર તપાસ કરવામાં આવી રહી નથી યાદવે કહ્યું કે રંજીતની ધરપકડ ન પણ થાય તો પણ તપાસ તો થવી જોઇએ રંજીત કુમાર સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો જન અધિકાર પાર્ટી ચુપ બેસશે નહીં