પેન્સીલવેનિયાના એક એપાર્ટમેન્ટમાં એક યુવકે ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. ગોળીબારની માહિતી મળ્યા બાદ પોલીસે બે શકમંદોનો પીછો કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ૨૨ વર્ષીય રિકી શેનને પીકઅપ ટ્રકમાંથી પોલીસ પર ગોળીબાર કર્યો હતો. આ પછી બદલો લેતા તેનું મૃત્યુ થયું હતું. આ સાથે ટ્રકમાંથી એક ૧૯ વર્ષની યુવતી પણ મળી આવી હતી. તેને પણ ગોળી વાગી હતી. પોલીસનું કહેવું છે કે તેઓ તપાસ કરી રહ્યા છે કે ૧૯ વર્ષની છોકરીને કોણે ગોળી મારી હતી.
રિપોર્ટ્‌સ અનુસાર, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી ખસી જવાની તૈયારી કરી લીધી છે. આ સાથે, ખાણકામને મંજૂરી આપવા માટે કેટલાક રાષ્ટ્રીય સ્મારકોનું કદ ઘટાડવાના આદેશો અને ઘોષણાઓ પણ તૈયાર કરવામાં આવી છે. આ સિવાય ટ્રમ્પ એશિયા અને યુરોપના મોટા બજારોમાં પ્રાકૃતિક ગેસની નિકાસની મંજૂરી આપવા પરનો પ્રતિબંધ પણ હટાવી શકે છે.
તે કેલિફોર્નિયા અને અન્ય રાજ્યોને કડક પ્રદૂષણના ધોરણો અપનાવવાની મંજૂરી આપતી માફી પણ રદ કરી શકે છે. ટ્રમ્પની ટીમના પ્રવક્તા કેરોલિન લેવિટે કહ્યું કે ચૂંટણી પરિણામો બાદ ટ્રમ્પે ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂરા કરવા માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે.