જાફરાબાદના ભાડા ગામે પેઢીનામું અને પિતાની મિલકતમાંથી બધાના શું ભાગ છે તેમ કહેતા કુટુંબીજનો બાખડ્યા હતા. મંગાભાઈ લખમણભાઈ મહીડા (ઉ.વ.૪૪)એ નરેશભાઈ ગીગાભાઈ મહીડા, કાંતીભાઈ ગીગાભાઈ મહીડા તથા કંકુબેન ગીગાભાઈ મહીડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સામાવાળાઓ કુટુંબી થતા હતા અને મિલકતનો ભાગ પાડ્યો નહોતો. જેથી તેમણે નરેશભાઈ ગીગાભાઈ મહીડાને કહ્યું કે, ‘હવે આપણા પેઢીનામા અને પિતાની મિલકતમાંથી બધાના ભાગનું શું છે?’ આમ વાત કરતા સામાવાળા ઉશ્કેરાઇ જઇને ગાળો આપવા લાગ્યા હતા. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.