દેશમાં પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસ તથા કોમોડીટીના સતત વધતા ભાવના કારણે મોંઘવારીની જવાળા લોકોને દઝાડી રહી છે પણ હજુ આગામી દિવસોમાં તે સમેટી લે તો પણ આશ્ચર્ય નથી અને તહેવારો સમયે
ભાવ વધારો એ સૌથી મોટો મુદ્દો બની જશે.
દેશમાં પેટ્રોલીયમ ઉત્પાદનોનાં ભાવ ઓલટાઈમ હાઈ છે તેમાં હવે ક્રુડ તેલ ૮૪ ડોલર પ્રતિ બેરલની સપાટી નજીક પહોંચી શકે છે અને હજુ ભાવ વધશે તેવા આંતર રાષ્ટ્રીય બજૉરમાં સંકેત છે તો તેની સામે ભારતીય ચલણ રૂપિયો વધુને વધુ નબળો પડી રહ્યો છે.જેનાંથી ક્રુડ આયાતમાં બેવડો માર લાગી રહ્યો છે.દેશમાં એક તરફ સારા ચોમાસાની સ્થિતિ છે તે વચ્ચે પણ દેશની કરન્સી સતત નબળી પડી રહી છે.
અમેરીકી ડોલર સામે રૂપિયો ગઈકાલે ઘટીને ૧૫ માસની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે અને બજૉર નિષ્ણાતો માને છે કે રૂપિયો હજુ નબળો પડશે. છેલ્લા એક માસમાં રૂપિયો સરેરાશ એક ડોલર સામે રૂ.૨.૭૭ જેવો ઢીલો પડયો છે. ક્રુડતેલનાં ભાવોમાં વધારો અમેરિકી બોન્ડના ચીલ્ડ (વળતર)માં વધારો એ ડોલરને મજબુત બનાવી રહ્યો છે. વિશ્વમાં ક્રુડતેલના ભાવ સતત વધી રહ્યા છે. દેશમાં આયાત પણ મોંઘી થવા લાગી છે અને ક્રુડતેલનાં ભાવ વધશે તો ભારતીય રૂપિયો વધુ નબળો પડશે. દેશમાં રૂપિયાની ઓલ ટાઈમ હાઈ સપાટી છેલ્લા એપ્રિલ ૨૦૨૦ થી પ્રતિ ડોલર રૂ.૭૬.૮૭ ની જૉવા મળી હતી.
રીઝર્વ બેન્ક પણ કોઈ દરમ્યાનગીરી કરે તેવી સ્થિતિ નથી. પણ રૂપિયો નબળો પડતા દેશમાં સોનાના ભાવમાં આંતર રાષ્ટ્રીય સ્તર જેવો ઘટાડો જૉવા મળતો નથી.પેટ્રોલમાં ભાવ વધતા હવે ટ્રાન્સપોર્ટ ભાડા વધશે તો તેના કારણે આવશ્યક સહિતની ચીજૉ પણ મોંઘી થશે અને તેના કારણે મોંઘવારીનુ નવુ મોજુ આવશે. દેશ ક્રુડ તેલનો વિશ્વનો બીજૉ નંબરનો સૌથી મોટો આયાતકાર છે અને તેથી આ ભાવ દેશના અર્થતંત્રને સૌથી મોટુ નુકશાન કરશે.