રાજ્યમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે અમદાવાદીઓ જોહેર પરિવહન તરફ વળતા જોવા મળી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરોની સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ઓછી બસ હોવાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. નીતિ આયોગ મુજબ એક હજોર વ્યક્તિઓ વચ્ચે એક બસ હોવી જરૂરી છે. જે મુજબ અમદાવાદમા ૬ હજોર બસ હોવી જરૂરી છે, જોકે અમદાવાદમાં માત્ર ૧૧૦૦ બસ જ ઉપલબ્ધ છે.
અમદાવાદમાં દરરોજ બીઆરટીએસમાં ૧ લાખ ૭૫ હજોર લોકો મુસાફરી કરે છે, જ્યારે એએમટીએસમાં દૈનિક ૪ લાખ જેટલા હાલમાં મુસાફરી કરી રહ્યા છે. જે મુજબ અમદાવાદમા ૬ હજોર બસો હોવી જોઈએ. જોકે અમદાવાદમાં એએમટીએસની ૭૫૦ અને બીઆરટીએસની ૩૫૦ બસો જ રસ્તા પર દોડી રહી છે. એએમટીએસની બસમાં ભાડુ ચૂકવ્યા બાદ પણ લોકોને મુસાફરી હાલાકી થઈ રહી છે. બસમાં ભીડની વચ્ચે મુસાફરી કરવા માટે લોકો મજબૂર બન્યા છે.
આ વિશે જોણવા મળતી માહિતી પ્રમાણે, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા લોકો જોહેર પરિવહન તરફ વળ્યાં છે. છેલ્લા એક મહિનામાં જ એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે પણ શું તેની સામે લોકોને સુવિધા સારી મળી રહી છે તે હાલ સૌથી મોટો પ્રશ્ન છે. શહેરમાં ૪૨ ડિગ્રીના તાપમાન વચ્ચે લોકો જોહેર પરિવહનની સુવિધાથી કેટલા ખુશ તે વિષયના રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતો.
નીતિ આયોગના એક રિપોર્ટ મુજબ જોહેર પરિવહન માટે શહેરની દર ૧૦૦૦ વ્યક્તિઓ વચ્ચે ૧ બસ હોવી જોઈએ. આ રિપોર્ટ મુજબ અમદાવાદમાં ૬ હજોર બસ હોવી જોઈએ. પણ હાલ એએમટીએસની ૭૫૦ અને બીઆરટીએસની ૩૫૦ એમ કુલ ૧૧૦૦ જ બસ છે સ્થિ એ છે કે પીક અવર્સમાં ભારે ભીડ વચ્ચે લોકોએ પરિવહન કરવું પડી રહ્યું છે. મુસાફરોએ પણ ડી ૨૪ કલાકને જણાવ્યું
કે, તેમને ઓછી બસમાં મુસાફરી કરવામાં કેવી તકલીફ પડે છે. શહેરમાં છસ્્‌જી બસની સંખ્યામાં વધારો કરવો જોઈએ.અગાઉ બીઆરટીએસ ૧ લાખ ૪૫ હજોર દૈનિક મુસાફરો મુસાફરી કરતા હતા, જે આંકડો પેટ્રોલ ડીઝલના કારણે વધતા હવે દૈનિક ૧ લાખ ૬૭ હજોર મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. આ જ સ્થિ એએમટીએસબસમાં જે જ્યાં અગાઉ દૈનિક બસમાં સવા ૩ લાખ લોકો દૈનિક મુસાફરી કરતા હતા આજે આ આંકડો વધીને ૪ લાખથી પણ વધુ છે.