કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલને સસ્તા કરવા માટે તેના પરની એકસાઈઝ ડ્યુટી ઘટાડી દીધી છે.તેની સાથે ભાજપ શાસિત રાજ્યોએ પેટ્રોલ ડિઝલ પરનો વેટ પણ ઘટાડ્યો છે.જાકે કોંગ્રેસ શાસિત રાજ્યો પૈકી કેટલાક વેટ ઘટાડવા માટે આનાકાની કરી રહ્યા છે.
રાજસ્થાન આ પૈકીનુ એક રાજ્ય છે અને હવે રાજ્યના સીએમ અશોક ગહેલોટનુ કહેવુ છે કે, રાજ્ય સરકારનો ટેક્સ એટલે કે વેટ ઘટાડવા માટે મને ગૃહ મંત્રી અમિત સાહનો ફોન આવ્યો હતો અને તેઓ મારા પર વેટ ઓછો કરવા માટે દબાણ કરી રહ્યા હતા.
તેમણે કહ્યુ હતુ કે,
જા વેટ ઓછો કરવામાં આવશે તો રાજ્યોને બહુ નુકસાન જશે અને કેન્દ્ર સરકાર ઈચ્છી રહી છે કે, રાજ્યો નબળા પડે.કેન્દ્ર સરકાર જનતાને લૂટી રહી છે.કેન્દ્ર સરકારની નીતિ અને દાનત ખરાબ છે.
જાકે ગહેલોટે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડિઝલ પરનો વેટ ઘટાડવા માટે પણ સંકેતો આપ્યા હતા.આમ રાજસ્થાનમાં પણ વેટ ઘટશે તો લોકોને વધારે રાહત મળશે.