શેરબજોરના રોકાણકારોના લાખના બાર હજોર કરનાર કંપની પેટીએમની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. કંપનીને માર્ચ કવાર્ટરમાં પણ મસમોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે પેટીએમની પેરન્ટ કંપની એ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના ચોથા ક્વાર્ટરના પરિણામો મોડી સાંજે જોહેર કર્યા હતા. રિઝલ્ટ અનુસાર જોન્યુઆરી-માર્ચ ત્રિમાસિકગાળામાં કંપનીને ૭૬૨.૫ કરોડ રૂપિયાની ખોટ સહન કરવી પડી છે.આ આંકડો અગાઉના ક્વાર્ટરના રૂ. ૪૪૪.૪ કરોડ કરતા ૭૦% વધુ છે.
ચોંકાવનારી વાત એ છે કે મસમોટી ખોટ છતા કંપનીએ દાવો કર્યો છે કે અમારો બિઝનેસ સાચા અને મજબૂત ટ્રેક પર છે અને એબીટાની દ્રષ્ટિએ ૨૦૨૩ના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સુધીમાં કંપની બ્રેક-ઇવન (જ્યાં ખર્ચ અને આવક સમાન છે) સુધી પહોંચી જશે.
ડિજિટલ પેમેન્ટની સાથે અનેક કારોબારમાં આગળ વધતી પેટીએમએ કહ્યું કે તેને ચોથા ક્વાર્ટરમાં રૂ. ૧૫૪૧ કરોડની કારોબારી આવક થઈ છે. આ આંકડો ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ૮૯ ટકા વધુ છે. આ સિવાય એબીટા ખોટ રૂ. ૩૬૮ કરોડ હતી, જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ રૂ. ૫૨ કરોડ વધુ છે. સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કંપનીની ઇબીઆઇટીડીએ ખોટ રૂ. ૧૫૧૮ કરોડ હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૧૬૫૫ કરોડની ખોટ કરતાં ૮ ટકા ઓછી છે. પરિણામ પહેલા પેટીએમનો શેર રૂ. ૫૭૨ પર બંધ થયો હતો. આ વર્ષની શરૂઆતથી જ બજોરની ઉથલપાથલામાં કંપનીના શેરમાં ૫૭ ટકાથી વધુનો ઘટાડો થયો છે.