અક્ષયકુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ પૃથ્વીરાજ થિયેટરોમાં રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મની વાર્તા નિડર અને શૂરવીર પૃથ્વીરાજ ચૌહણના જીવન પર આધારિત છે. જેમણે ૧૨મી સદીમાં મોગલ બાદશાહને હંફાવ્યા હતા. આવા શૂરવીર પરાક્રમીની ભૂમિકામાં ખેલાડી કુમાર અક્ષયે બહુ મહેનત કરી છે.
ફિલ્મ સાથે ન્યાય કરવા માટે નિર્માતા યશરાજ બેનરના માલિક આદિત્ય ચોપરાએ કોઇ કસર છોડી નથી. રિપોર્ટ છે કે ફિલ્મમાં ૧૨મી સદીની દિલ્હી, અજમેર અને કન્નૌજને દેખાડવા સેટ અને ડિઝાઇન પાછળ જ ૨૫ કરોડનો ખર્ચ થયો છે. એટલે આદિત્યે પાણીની જેમ પૈસા વહાવ્યા છે.
ફિલ્મનું ટોટલ બજેટ ૩૦૦ કરોડનું હોવાનું કહેવાય છે. તેથી જા ફિલ્મ સાઉથની જેમ સારો બ્ઝનેસ નહીં કરે તો આદિત્ય માટે ન્હાવાનો વારો આવશે. કારણ કે તેની તાજેતરમાં આવેલી રણવીર સિંહ અભિનિત ફિલ્મ જયેશભાઇ જારદાર બોક્સ ઓફિસ પર જારદાર રીતે પિટાઇ ગઇ છે. તેથી યશરાજ બેનરને પૃથ્વીરાજથી સાટુ વાળવાની આશા છે. જેના માટે તેમણે ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભવો માટે ૧ જૂને ખાસ શોનું આયોજન પણ કર્યું છે. જેથી અમિત શાહ જેવી હસ્તી ફિલ્મ જુએ તો લોકોને પણ પ્રોત્સાહન મળે.
આ ફિલ્મને દર્શકો માટે એક વિઝ્યુઅલ ટ્રીટ બનાવવી બહુ મોટું કામ હતું. કારણ કે અમે બધા માટે એક બિગ સ્ક્રિન એન્ટરટેનર બનાવવા માંગીએ છીએ. સમ્રાટ પૃથ્વીરાજને ભારતના શાસક ચૂંટવામાં આવ્યા અને દિલ્હી તેમની રાજકીય રાજધાની બની ગઇ. તેથી અમે ૧૨ સદીની દિલ્હી, અજમેર અને કન્નૌજ શહેરને રિક્રિએટ કર્યા છે. જે તેમના શાસનકાળ અને જીવન સાથે સંકળાયેલા શહેરો છે. દર્શકોને પ્રામાણિક રુપથી એ દેખાડવું જરુરી હતું કે તે સમયે શહેરો કેટલા શાનદાર દેખાતા હતા.
આદિત્ય ટોપરાએ દિલ્હી, અજમેર અને કન્નૌજને રીક્રિએટ કરવાનું મુશ્કેલ કામ પોતાના હાથમાં લીધુ હતું. શહેરોના નિર્માણ માટે આરસના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ વિશાળ સેટ બનાવવા માટે ૯૦૦ વર્કર્સે આશરે ૮ મહિના સુધઈ સખત મહેનત કરી, જે અમારી આંખોની સામે કોઇ ચમત્કાર જેવું જ હતું. સમ્રાટ પૃથ્વીરાજના મહેલ સહિત દરેક એલિમેન્ટને નવેસરથી ક્રિએટ કરવામાં આવ્યું છે.
નિર્માતા આદિત્ય ચોપરાએ પરફેક્શન લાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે. આ જ કારણથી ફિલ્મનું ટ્રેલર લોકોને બહુ ગમી રહ્યું છે. ટીવી સીરિયલ ચાણક્ય અને ફિલ્મ પિંજરનું ડિકેશન કરી ચૂકેલા ડો. ચંદ્રપ્રકાશે ફિલ્મમાં સંયોગિતા બનેલી પૂર્વ મિસ વર્લ્‌ડ માનુષી છિલ્લરને પણ બહુ સુંદર રીતે રજૂ કરી છે.