લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ ફિલ્મનું ટીઝર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, માનુષી છિલ્લર, સોનુ સૂદ અને સંજય દત્ત જેવા સુપર સ્ટાર કલાકારો છે. અક્ષય કુમાર પૃથ્વીરાજની ભૂમિકામાં જોવા મળશે. અક્ષય કુમારે પોતાના ટિવટર પેજ પર આ ફિલ્મનું ટીઝલ લોન્ચ કર્યું છે. આ ફિલ્મના ટીઝરમાં યુદ્ધના દ્રશ્યો જોવા મળે છે જે લોકોને રોમાંચિત કરી દેશે. આ ફિલ્મ દિવંગત કવિ ચાંદ બરડાઈની કૃતિ ‘પૃથ્વીરાજ રાસો’ પરથી પ્રેરિત છે. જેમાં અક્ષય કુમાર સમ્રાટ પૃથ્વીરાજની ભૂમિકામાં જોવા મળશે જ્યારે માનુષી છિલ્લર તેની પ્રેમિકા સંયોગીતાની ભૂમિકામાં જોવા મળશે. અક્ષયે ટીઝર લોન્ચ કરવાની સાથે જ તેની રીલિઝ ડેટ પણ જોહેર કરી છે. આ ફિલ્મ ૨૧ જોન્યુઆરી ૨૦૨૨ના રોજ થીયરેટરમાં રીલિઝ થશે. આ ફિલ્મ ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ અંગે વાત કરતા અગાઉ તેમણે કહ્યું હતું કે પૃથ્વીરાજ ફિલ્મ મોટા ભાગે ચાંદ બરડાઈની મહાન કૃતિ પૃથ્વીરાજ રાસો પરથી પ્રેરિત છે. રાસો ઉપરાંત પૃથ્વીરાજના જીવન અને તેમના સમય અંગે અન્ય કેટલુંક સાહિત્ય પણ લખાયું છે. આ ફિલ્મ માટે મેં ઘણું જ સંશોધન કર્યું છે. મારા માટે આ સંશોધન ઘણું જ અદ્દભુત રહ્યું કેમ કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મને ભારતના અજોણ્યા અને ઓછા જોણીતા મહાન હીરો વિશે જોણવા મળ્યું. જોણે હું તે સમયના મહાન ચરિત્રો સાથે વાતો કરતો હોવ તેવો અનુભવ મને થયો હતો, તેમ તેમણે જણાવ્યું હતું. અગાઉ ૨૦૧૯માં અક્ષય કુમારે ફિલ્મના ટીઝરની જોહેરાત કરી હતી. તેણે લખ્યું હતું કે, મારા જન્મ દિવસે મારી પ્રથમ ઐતિહાસિક ફિલ્મની જોહેરાત કરતા મને આનંદ થઈ રહ્યો છે. મને સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવવાની તક મળી તે મારા માટે ગર્વની વાત છે.