અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્યપીઠ પૂ.પા.ગો. ૧૦૮ શ્રી પુરૂષોત્તમલાલજી મહારાજના ૪પમા જન્મ દિવસની ઉજવણી પ્રસંગે અમરેલીમાં આગામી તા. ૧૧-નવે.ના રોજ મોટી હવેલી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં સવારે ૧૦ઃ૦૦ કલાકે શ્રીના પલના તથા નંદમહોત્સવ, સવારે ૧૧ઃ૩૦ કલાકે શ્રી નો કુનવારો, ૧રઃ૦૦ કલાકે પૂ.પા.ગો. ૧૦૮ શ્રી
આભાર – નિહારીકા રવિયા પુરૂષોત્તમલાલજી મહારાજશ્રીની માર્કંડેય પૂજા, સાંજે પઃ૦૦ કલાકે પૂ.પા.ગો. ૧૦૮ શ્રી પુરૂષોત્તમલાલજી મહારાજશ્રીને તિલક આરતી તથા કેસર સ્નાન તેમજ સાંજે પઃ૩૦ કલાકે શ્રી નો બંગલાનો મનોરથ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સાંજે ૬ઃ૩૦ કલાકે પૂ. મહારાજશ્રીના ભવ્ય સામૈયા, ૭ કલાકે મહાપ્રસાદ તથા રાત્રે ૮ઃ૩૦ થી ૧૦ઃ૩૦ કલાકે ભજન સંધ્યા તથા રાસનું આયોજન કરાયું છે.