ભાજપ આગેવાન અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકીનો આજે તા. ૧૪ના રોજ જન્મ દિવસ છે. રાજુલા સહિત જિલ્લાભરના ભાજપ આગેવાનો, કોળી સમાજના આગેવાનો તથા લોકો દ્વારા હીરાભાઇ સોલંકી પર અભિનંદનની વર્ષા કરવામાં આવશે. હીરાભાઇ સોલંકી સેવાકીય કાર્યોમાં હરહંમેશ અગ્રસ્થાને હોય છે. લોકોના પ્રશ્નો સાંભળી ઉચ્ચ કક્ષાએ આ પ્રશ્નો પહોંચાડી નિરાકરણ કરાવતા હોય છે. ત્યારે લોકો દ્વારા તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.