ઇડિયન સિનેમામાં અત્યાર સુધી અનેક સ્પોટ્‌ર્સ પર્સન,લેજેડ્‌સ અને રાજનેતાઓ પર બાયોપિક બની ચુકી છે.હવે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇની જીંદગી પર બાયોપિક બનવા જઇ રહી છે પ્રોડયુસર સંદીપ સિંહે ફિલ્મનું પોસ્ટર શેર કરી આ બાયોપિકની જાહેરાત કરી છે જયારે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ પોસ્ટર શેર કરી ફિલ્મની માહિતી આપી છે.
સંદીપ સિંહે ઇસ્ટાગ્રામ પર લખ્યું છે કે અટલ બિહારી બાજપાઇજી ભારતીય ઇતિહાસના મહાનતમ નેતાઓમાંથી એક છે.જેમણે પોતાના શબ્દોથી દુશ્મનોના દિલ જીતી લીધા.તેમણે સકારાત્મક રીતે દેશનું નેતૃત્વ કર્યું અને પ્રગતિશીલ ભારતનો નકશો તૈયાર કર્યો.એક ફિલ્મ નિર્માતા હોવાને કારણે મને લાગે છે કે સિનેમા એવી અનકહી કહાનીઓને બતાવવાનું સૌથી બેસ્ટ સુત્ર છે.જે ફકત રાજનીતિક વિચારધારાઓને જાહેર કરશે એટલું જ નહીં તેમના માનવીય પાસાઓ અને પોએટિક પાસાઓને પણ,જેને કારણે તે વિરોધ પક્ષના સૌથી પ્રિય અને દેશના સૌથી પ્રગતિશીલ વડાપ્રધાન બન્યા
તરણ આદર્શે ફિલ્મના ટાઇટલનો ખુલાસો કર્યો છે તેમના જણાવ્યું હતું કે મેં રહૂ યા ના રહૂં યે દેશ રહના ચાહિએ.અટલ નામ પર બની રહેલ ફિલ્મની કહાની લેખક એનપી ઉલ્લેખ દ્વારા લખવામાં આવેલ પુસ્તક ધ અનટોલ્ડ બાજપાઇ પોલિટિકલ એન્ડ પેરાડોકસનું રૂપાંતરણ હશે.૨૦૨૩માં ફિલ્મ બનવાની પ્રક્રિયા શરૂ થશે અને તેને અટલ બિહારી બાજપાઇના ૯૯મી જયંતિ એટલે કે ક્રિસમસ ૨૦૨૩ પર રીલીઝ કરી દેવામાં આવશે
ફિલ્મને વિનોદ ભાનુશાલી,સંદીપ સિંહ,સૈમ ખાન વિશાલ ગુરનામી અને કમલેશ ભાનુશાળી પ્રોડયુસ કરી રહ્યાં છે જયારે જુહી પારેખ જીશાન અહમદ અને શિવ વર્મા તેના સહ નિર્માતા છે હાલ ફિલ્મના ડાયરેકટર અને કાસ્ટનો ખુલાસો કરવામાં આવ્યો નથી
ફિલ્મમાં અટલજીના બાળપણથી લઇ રાજનેતા બનાવા સુધીની કહાની જાવા મળશે એવી અનેક વાતો છે અને ધટના છે જેની બાબતમાં ઓછા લોકો જાણે છે હવે તે કિસ્સા અને કહાનીઓને ફિલ્મમાં સમેટી મોટા પડદા પર બતાવવામાં આવશે.અટલ બિહારી બાજપાઇ ભાજપના વરિષ્ઠ નેતા અને ભારતીય જનસંધના સંસ્થાપક હતાં તે એક જાણીતા કવિ અને લેખક પણ હતાં વર્ષો સુધી દેશની સેવા કર્યા બાદ ૧૬ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ ૯૩ વર્ષની વયે અટલ બિહારી બાજપાઇએ દુનિયાને અલવિદા કહી હતી.