મેરઠમાં લાલબત્તી લગાવેલી લગ્ઝરી કારોમાં ફરનારા કરોડપતિ પણ ગરીબોના કવોટાનું મફત અનાજ લઇ રહ્યાં છે પૂર્વ મંત્રી યોગેન્દ્ર જોટવના નામે બનેલ એક બીપીએલ કાર્ડ પર દર મહીને ૧૦ કિલો ચોખા અને ૧૫ કિલો ઘઉ લેવામાં આવી રહ્યાં છે.મામલો સામે આવ્યા બાદ પુરવઠા વિભાગના અધિકારીઓ સીપાપોતીમાં જોડાઇ ગયા છે.
પુરવઠા વિભાગના રેકોર્ડ અનુસાર મે ૨૦૨૦માં બસપા સરકારમાં મંત્રી રહેલ યોગેન્દ્ર જોટવના નામે તેમના ભગવતપુરાના નિવાસ પરથી બીપીએલ કાર્ડ નં. ૧૧૩૮૪૦૫૪૬૩૭૯ બનેલ આ કાર્ડમાં તેમની પત્ની કિરનદેવી,નમન રવિકુમાર જોટવ,અંજલીના નામ નોંધાયેલા છે આ રાશન કોર્ડ પર દર મહીને તૃતીય ક્ષેત્રમાં સુનીલ ગુપ્તા શ્યામનગરની દુકાનમાંથી મફતમાં રાશન અને ચોખા આપવામાં આવી રહ્યાં છે.
ખાદ્ય સુરક્ષા અધિકાર અધિનિયમ હેઠળ ગરીબ પરિવારોને જ બીપીએલ રાશન કાર્ડના પાત્ર માની શકાય છે જેમની પાસે પાકુ મકાન ન હોય,ધરમાં જનરેટર લાઇસેંસી હથિયા,બે પૈડાનું વાહન અને ચાર પૈડાનું વાહન વગેરે ન હોય.યોગેન્દ્ર જોટવની પાસે કરોડોની સંપત્તિ છે.
પૂર્વ રાજયમંત્રી યોગેન્દ્ર જોટવે કહ્યું કે બીપીએલ રાશન કાર્ડ ગરીબી રેખાથી નીચે આવનારાઓનું બને છે હું તે શ્રેણીમાં આવતો જ નથી અમે અમારૂ રાશન કાર્ડ પણ બનાવ્યું નથી બની શકે છે કે કોઇએ અમારા નામથી રાશન કાર્ડ બનાવ્યું હોય અને રાશન લઇ રહ્યું હોય હું આ બાબતે તપાસ કરીશ
જયારે જીલ્લા પુરવઠા અધિકારી રાધવેન્દ્ર સિંહે કહ્યું કે રાશન કાર્ડ અને સરકારી રાશનની યોજના અમીરો માટે નથી જો પૂર્વ રાજયમંત્રીના પરિવારનું બીપીએલ રાશન કાર્ડ છે તો તેની તપાસ કરી તેને રદ કરવામાં આવશે રાશન અંગુઠાની છાપ બાદ જ આપવામાં આવશે તેની તપાસ કર્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે