ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે વધારે દુર નથી. ગુજરાત સાથે સાથે પાંચ રાજ્યોની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતની રાજનીતિ પણ ગરમાઈ રહી છે. ગુજરાતમાં ભાજપે પુરી સરકાર બદલ્યા બાદ હવે આગામી ચૂંટણી જીતવા અને આંતરિક અસંતોષને ઠારવા માટે મથામણ ચાલી રહી છે. રૂપાણી સરકારના રાજીનામાં બાદ આ અસંતોષની વાતો બહાર આવી હતી પરંતુ તેને ભાજપે કોઈપણ રીતે કંટ્રોલ કરી નવી સરકારનું ગઠન કર્યુ હતું. હવે આ તમામ ઘટનાઓ વચ્ચે વિજય રૂપાણી અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થઈ છે. આ મુલાકાતમાંથી દરેક વ્યÂક્ત પોતાના અર્થ કાઢી રહ્યાં છે.
સુત્રોનું માનિયે તો વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામું ત્યારથી તેઓ પીએમ મોદીને મળવા માટે સમય માંગતા હતા, પરંતુ પીએમ મોદીએ તેમને સમય આપ્યો નહોતો. જે બાદ હવે આખરે વિજય રૂપાણીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ ત્યારે તેમના અસંતોષની વાત સામે આવી હતી અને રાજીનામાંની પુરી ઘટના નાટકીય રીતે પુરી થઈ હતી. ત્યારે હવે આખરે આ મુલાકાત યોજોતા રાજનીતિમાં ઉથલપાથલની પણ સંભાવનાને નકારી શકાય નહીં.
આ મુલાકાત યોજોઈ છે ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યાં છે કે શું પીએમ મોદીએ રૂપાણીને બોલાવ્યા કે પછી વિજય રૂપાણી સમય માંગી મળવા પહોચ્યા હતા? જો આમ છે તો આ મુલાકાતનો શું મતબલ છે? રાજકિય જોણકારોનું માનીએ તો રૂપાણીને કોઈ જવાબદારી પણ આપવામાં આવી શકે છે. બીજી તરફ આ મામલે વિજય રૂપાણી કંઈ પણ ખુલાશો કરી રહ્યાં નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ મુલાકાત આગામી દિવસોમાં કોઈ રાજકિય સમીકરણો ઉભા કરે છે કે કે કેમ? ઉલ્લેખનિય છે કે, વિજય રૂપાણીએ પોતાની પુરી સરકાર સાથે રાજીનામું આપી દીધુ હતું, જે બાદ તેમને પક્ષ જે જવાબદારી આપે તે સ્વીકારવાની વાત કરી હતી.