લાડુ વિવાદ વચ્ચે, યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી)ના વડા અને પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી ૨૮ સપ્ટેમ્બરે રાજ્યના મંદિરોમાં પ્રાર્થનામાં ભાગ લેશે. પૂર્વ સીએમ રેડ્ડીની આ જાહેરાત તેમના પર ભારે પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. અન્ય રાજકીય પક્ષોના નેતાઓ તેમના પર નિશાન સાધી રહ્યા છે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા (સીપીઆઈ) એ હુમલો કર્યો. કહ્યું કે પૂર્વ સીએમ બતાવવા માંગે છે કે તેમણે કોઈ પાપ કર્યું નથી, જ્યારે હવે સત્ય બધાની સામે છે.
ટીડીપીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રેમ કુમાર જૈને કહ્યું, ‘માહિતી મુજબ, પૂર્વ સીએમ વાયએસ જગન મોહન રેડ્ડી ૨૮ સપ્ટેમ્બરે તિરુમાલા મંદિરની મુલાકાત લેશે, જ્યાં તેઓ ક્ષમાની વિધિ કરશે. જા કે, તેઓએ પ્રસાદમાં પ્રાણીની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરીને ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો જે ગુનો કર્યો છે તે અક્ષમ્ય છે. જા તેઓ ધાર્મિક વિધિઓ કરે અને માફી માંગે તો પણ તેમને ક્યારેય માફ કરી શકાય નહીં. શું તે એસઆઇસી ફોર્મ ભરશે અને પછી તિરુમાલા મંદિરમાં તેમની ભકતી વ્યક્ત કરશે? તે આ બધું બનાવટી બનાવી રહ્યો છે. તે જનતાને બતાવવા માંગે છે કે તેણે કોઈ પાપ કર્યું નથી. પરંતુ હવે બધું જ પ્રકાશમાં આવ્યું છે.
તિરુપતિ પ્રસાદ વિવાદ પર, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ પી સંતોષ કુમારે કહ્યું, ‘જ્યાં સુધી આ વિવાદનો સંબંધ છે, તમામ રાજકીય પક્ષો, પછી તે વાયએસઆર કોંગ્રેસ હોય, તેમની આવકનો મુખ્ય †ોત ભ્રષ્ટાચાર છે. ભગવાનના નામે હોય કે રસ્તાના નામ પર. આનાથી વાયએસઆર કોંગ્રેસ અને ટીડીપી વચ્ચે કોઈ ફરક નથી.
આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ મંદિર તિરુપતિ બાલાજીના લાડુ માટેના ઘીમાં કથિત રીતે માછલીનું તેલ અને પ્રાણીની ચરબી મળી આવ્યા બાદ મોટો વિવાદ ઉભો થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પ્રસાદમના લાડુમાં ભેળસેળનો દાવો કર્યો હતો. જે બાદ આખો દેશ ભક્તોના પ્રસાદને લઈને ચિંતા વ્યક્ત કરવા લાગ્યો હતો. કેન્દ્ર સરકાર જ નહીં પરંતુ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ બે દિવસ પહેલા લેબના રિપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો કે મંદિરના પ્રસાદમમાં વપરાતા શુદ્ધ ઘીમાં પશુઓની ચરબી ભેળવવામાં આવી હતી. ભગવાન તિરુપતિનો પ્રસાદ બનાવવામાં સબસ્ટાન્ડર્ડ ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ થતો હતો. આ ભેળસેળ અગાઉની સરકાર વખતે આપવામાં આવેલા ઘીના કોન્ટ્રાક્ટને કારણે થઈ છે. સીએમએ કહ્યું હતું કે આ ભ્રષ્ટાચારમાં સામેલ કોઈપણ વ્યÂક્તને બક્ષવામાં આવશે નહીં. આ મામલે સરકાર દ્વારા અનેક લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે મંદિર સમિતિ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિરના કાર્યકારી અધિકારી શ્યામલા રાવે પણ સ્વીકાર્યું કે મંદિરની પવિત્રતાનું ઉલ્લંઘન થયું છે. અગાઉની સરકારે ભેળસેળને રોકવા માટે કોઈ પગલાં લીધા ન હતા. રાવે કહ્યું હતું કે, જ્યારે મેં એકઝીક્યુટિવ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ખરીદેલા ઘી અને લાડુની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
રાવે કહ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે હું આ સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લઉં. અમે આ બાબતે કામ શરૂ કરી દીધું છે. પછી અમને જાણવા મળ્યું કે ઘીમાં ભેળસેળ તપાસવા માટે અમારી પાસે કોઈ આંતરિક પ્રયોગશાળા નથી. બહારની લેબોરેટરીમાં પણ ઘીની ગુણવત્તા ચકાસવાની કોઈ વ્યવસ્થા નથી. આ ઉપરાંત ભગવાનને અર્પણ કરવા માટે વપરાતા શુદ્ધ ઘીની કિંમત ૩૨૦ રૂપિયા રાખવામાં આવી છે. જે શંકા ઉપજાવતા હતા. શુદ્ધ ઘીની કિંમત ઓછામાં ઓછી ૫૦૦ રૂપિયા પ્રતિ કિલો હોવી જાઈએ.જૂનમાં આંધ્રમાં સત્તા પરિવર્તન થયું. જે બાદ ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ફરી સત્તામાં આવી ગઈ છે. મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ ચંદ્રબાબુ નાયડુએ મંદિરના લાડુમાં ભેળસેળનો ભય વ્યક્ત કર્યો હતો. જે પછી મંદિર પ્રશાસને સપ્લાય કરેલા ઘીના નમૂના લીધા અને તેને પરીક્ષણ માટે ગુજરાત સ્થીત ડેરી ડેવલપમેન્ટ બોર્ડની લેબ ‘સેન્ટર આૅફ એનાલિસિસ એન્ડ લ‹નગ ઇન લાઇવ સ્ટોક એન્ડ ફૂડ’ માં મોકલ્યા. જે બાદ લેબ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. લેબ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે શુદ્ધ ઘીમાં શુદ્ધ દૂધની ચરબીનું પ્રમાણ ૯૫.૬૮ થી ૧૦૪.૩૨ સુધી હોવું જાઈએ. પરંતુ સેમ્પલમાં દૂધની ફેટની કિંમત માત્ર ૨૦ જ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે આ ભેળસેળવાળુ ઘી બહાર આવ્યું હતું. જે બાદ મોટો વિવાદ સર્જાયો હતો. લેબ રિપોર્ટ અનુસાર, આ સેમ્પલમાં સોયાબીન, સનફ્લાવર, ઓલિવ ઓઈલ, ઘઉં, મકાઈ, કપાસના બીજ, માછલીનું તેલ, નાળિયેર, પામ રવિયા તેલ, બીફ ટેલો, લાર્ડ જેવા તત્વો મળી આવ્યા છે. આ ઘી ચેન્નાઈની એઆર ડેરી એન્ડ એગ્રો પ્રોડક્ટ્‌સ નામની કંપની દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હતું.