૨૦૨૩ ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા પછી, ભારત રાષ્ટÙ સમિતિને છેલ્લા નાણાકીય વર્ષમાં ૧૫ કરોડથી વધુનું દાન મળ્યું હતું. ભારતના ચૂંટણી પંચને સુપરત કરાયેલી વિગતો અનુસાર, ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વ હેઠળની પાર્ટીને એક વર્ષ પહેલા ૫૮૦ કરોડથી વધુનું દાન મળ્યું હતું.નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં મળેલા કુલ ૧૫.૦૯ કરોડ દાનમાં, ૧૫ કરોડ બીઆરએસને ચૂંટણી ટ્રસ્ટ ભંડોળ દ્વારા પ્રાપ્ત થયા હતા, જ્યારે બાકીની રકમ વ્યક્તિઓ દ્વારા દાનમાં આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં, પાર્ટીને ચૂંટણી બોન્ડ દ્વારા ૪૯૫ કરોડથી વધુ મળ્યા હતા, જ્યારે બાકીના ૮૫ કરોડ ચૂંટણી ટ્રસ્ટ ભંડોળમાંથી પ્રાપ્ત થયા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં,બીઆરએસને કુલ ૬૮૩ કરોડ દાનમાં મળ્યા હતા.તેલંગાણામાં ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસે ૬૪ બેઠકો સાથે ૧૧૯ બેઠકોની બહુમતી મેળવી હતી, જ્યારે બીએસઆરએ ૩૯ બેઠકો જીતી હતી. ભાજપે માત્ર ૮ બેઠકો જીતી હતી.