બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેના માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન, પૂર્વ મંત્રી રેણુ કુશવાહા તેમના પતિ વિજય કુશવાહા સાથે રાષ્ટ્રીય જનતા દળમાં જાડાયા છે.પટણામાં આયોજિત એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની હાજરીમાં બંનેએ પાર્ટીનું સભ્યપદ લીધું.
રેણુ કુશવાહાની સાથે, રાઘવેન્દ્ર સિંહ કુશવાહ, જે પપ્પુ યાદવની જન અધિકાર પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા, સહિત ઘણા નેતાઓ રાજદમાં જાડાયા છે. રેણુ કુશવાહ અગાઉ જનતા દળ યુનાઇટેડ અને લોક જનશક્તિ પાર્ટીમાં રહી ચૂક્યા છે. તેઓ બિહારના રાજકારણમાં એક મોટા નેતા તરીકે જાણીતા છે. આવી સ્થિતિમાં, તેમનું રાજદમાં જાડાવું પાર્ટી માટે ફાયદાકારક હોઈ શકે છે, જ્યારે તે એનડીએ મોટો મોટો ઝટકો છે.
તેજશ્વી યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું, ‘ પૂર્વ મંત્રી શ્રીમતી રેણુ કુશવાહા જી, પૂર્વ લોકસભા ઉમેદવાર શ્રી વિજય સિંહ જી, જાપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી રાઘવેન્દ્ર કુશવાહા જી, પૂર્વ લોકસભા ઉમેદવાર શ્રી રાજીવ કોયારી જી અને અન્ય ઘણા મહાનુભાવો રાજ્ય પાર્ટી કાર્યાલય ખાતે આયોજિત મિલન સમારોહમાં પાર્ટીમાં જાડાયા હતા.’
આ સાથે, તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર જારદાર નિશાન સાધ્યું. તેજસ્વીએ પોતાની પોસ્ટમાં કહ્યું, ‘સમાજના દરેક વર્ગના લોકો ૨૦ વર્ષના એનડીએ સરકારથી પરેશાન છે. મુખ્યમંત્રી બેભાન અને થાકી ગયા છે અને બહુજન વિરોધી ભ્રષ્ટ ભુંજા પાર્ટી સરકારના નિવૃત્ત અધિકારીઓ બિહાર ચલાવી રહ્યા છે. જનતાએ પરિવર્તન માટે મન બનાવી લીધું છે. ૨૦ વર્ષની જનવિરોધી સરકાર ચોક્કસ જશે કારણ કે આ વખતે પરિવર્તન નિશ્ચિત છે.
રેણુ કુશવાહા વિશે વાત કરીએ તો, તે ત્રણ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ રહી ચૂકી છે. આ સાથે, તે બે વાર બિહારના મંત્રી પણ રહી ચૂકી છે. ૧૯૯૯ માં, તેણીએ જદયુ ટિકિટ પર ચૂંટણી લડી હતી અને રાજદ નેતા આરકે રાણાની પત્નીને હરાવી હતી. રેણુ કુશવાહા બિહારના ખગરિયાથી આવે છે. તે જદયુ ટિકિટ પર ખગરિયાથી સાંસદ બની હતી. વર્ષ ૨૦૧૪ માં, તેણી જદય છોડીને ભાજપમાં જાડાઈ હતી. ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં, ખગરિયાથી ટિકિટ ન મળવાથી ગુસ્સે થઈને તેણી ભાજપથી અલગ થઈ ગઈ હતી. આ પછી, તે ચિરાગ પાસવાનની લોક જન સમાજવાદી પાર્ટી (રામ વિલાસ) માં જાડાઈ, જાકે પાછળથી તેણે આ પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું. રેણુને બિહારના રાજકારણમાં પછાત વર્ગનો પ્રભાવશાળી ચહેરો માનવામાં આવે છે. રેણુ સામાજિક કાર્ય અને મહિલા સશક્તિકરણ માટે જાણીતી છે.