પૂર્વ રાજ્યમંત્રી પરશોતમભાઇ સોલંકીએ રાજુલા-જાફરાબાદ ભાજપ કાર્યાલય ખાતે હીરાભાઇ સોલંકી સાથે મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જાકે, હીરાભાઇ સોલંકીએ આ મુલાકાતને ઔપચારિક મુલાકાત ગણાવી છે.
રાજુલા-જાફરાબાદ-ખાંભા વિધાનસભા વિસ્તારમાં કોળી સમાજનું પ્રભુત્વ છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી હીરાભાઇ સોલંકી કોળી સમાજનું વર્ચસ્વ વધારવા અને સંગઠન મજબૂત કરવા માટે યુવાનો સાથે સતત દોડધામ કરી રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે તેમના મોટાભાઇ અને પૂર્વ મંત્રી તથા ઘોઘા ધારાસભ્ય પરશોતમભાઇ સોલંકીએ તેમની મુલાકાત લીધી હતી. ત્યારે ર૦રરની વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજની રણનીતિ ફરી તેઝ થઇ હોવાનું મનાઇ રહ્યું છે.